Gujarat

પંદર પ્લોટના વેચાણ માટે હરાજી કરાઈ, અમદાવાદ મ્યુનિ.ને ૧૧ પ્લોટના વેચાણથી ૯૧૬ કરોડ આવક થશે

By GS TEAM
13 Jan 20261 min read
પંદર પ્લોટના વેચાણ માટે હરાજી કરાઈ, અમદાવાદ મ્યુનિ.ને ૧૧ પ્લોટના વેચાણથી ૯૧૬ કરોડ આવક થશે

અમદાવાદ,મંગળવાર,13 જાન્યુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના રહેણાંક તથા કોમર્શિયલ હેતુ માટેના રીઝર્વ પ્લોટ પૈકી ૧૫ પ્લોટના વેચાણ માટે ૮થી ૧૨ જાન્યુઆરી દરમિયાન ઈ-ઓકશન પ્રક્રીયા કરાઈ હતી.૧૧ પ્લોટના વેચાણ માટે ઓફર મળી હતી.૧૧ પ્લોટની કુલ અપેક્ષિત અપસેટ વેલ્યુ રુપિયા ૮૧૧.૮૭ કરોડની સામે કુલ રૃપિયા ૯૧૬.૩૨ કરોડની ઓફર મળતા અંદાજે રુપિયા ૧૦૪.૪૫ કરોડ જેટલી વધારાની આવક થશે.મોટેરા,ગોતા ઉપરાંત ભાડજ-હેબતપુર, મકરબા તેમજ બોડકદેવ વોર્ડના પ્લોટ માટે અપસેટ વેલ્યુથી વધુની ઓફર તંત્રને મળી હોવાનો દાવો કરાયો છે.

એસ્ટેટ વિભાગ દ્વારા સેલ ફોર રેસિડેન્શિયલ તથા સેલ ફોર કોમર્શિયલ હેતુના ૧૫ પ્લોટ ઈ-ઓકશનથી વેચાણ કરવા માટે ૬ ડિસેમ્બર-૨૫ના રોજ ટેન્ડર કરવામા આવ્યુ હતુ.ટી.પી.સ્કીમ નંબર-૨૧ મોટેરા, ટી.પી.સ્કીમ નંબર-૩૩,ગોતા ઉપરાંત ટી.પી.સ્કીમ નંબર-૪૦,સોલા,ભાડજ,હેબતપુર તેમજ  ટી.પી.સ્કીમ નંબર-૫૦, બોડકદેવ વોર્ડમાં  તથા ટી.પી.સ્કીમ નંબર-૮૫,સરખેજ,મકરબા, ઓકાફ હેઠળના સેલ ફોર રેસિડેન્શિયલ અને સેલ ફોર કોમર્શિયલ પ્લોટ વેચાણથી લેવા બીડરો તરફથી વધુ રકમની ઓફર કરવામા આવી હતી.