Gujarat

સમઢિયાળા પાસે સાઢુએ સાઢુ પર કાર ચડાવી દઇ હુમલો કર્યો

By GS TEAM
15 Apr 20262 mins read
સમઢિયાળા પાસે સાઢુએ સાઢુ પર કાર ચડાવી દઇ હુમલો કર્યો

બોટાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધાયો

સાળીનો ઘરસંસાર બરાબર ચાલતો ન હોય જે બાબતે સમજાવવા જતાં હુમલો કરી ધમકી આપી

ભાવનગર -  બોટાદના લાઠીદડ ગામે રહેતા આધેડના સાળીનો ઘરસંસાર બરાબર ચાલતો ન હોય અને આધેડ સાઢુને સમજાવવા ગયા હોય તેની દાજ રાખી આધેડ પર કાર ચડાવી લોખંડના પાઇપ વડે હુમલો કરી ધમકી આપી હતી. બનાવ અંગે બોટાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

બોટાદના લાઠીદડ ગામે સાળંગપુર રોડ પર આવેલ મારુતિ સોસાયટીમાં રહેતા મહેશભાઈ નંદલાલભાઈ મથોલિયાના સાળી શીતલબેન અને તેના પતિ હિતેશ ભરતભાઈ ખંભાળિયાનો ઘર સંસાર સુમેળે ચાલતો ન હોય જેથી  મહેશભાઈ હિતેશને સમજાવવા જતા જે વાત હિતેશને ન ગમતી હોય અને ઘર સંસાર સુમેળે નહી ચાલવા બાબતે મહેશભાઈને જવાબદાર માની આ સમગ્ર બાબતની દાજ રાખી હતી દરમિયાનમાં મહેશભાઈ પોતાનું બાઈક નંબર જીજે ૩૩ એચ ૮૮૭૩ લઈને ઘર તરફ જતા હતા ત્યારે સમઢીયાળા નં.૧ ગામની સીમમાં સેથળી- સમઢીયાળા નં.૧ રોડ પર સાઢુભાઈ હિતેશે પોતાની કાર ઇરાદા પુર્વક પુરઝડપે ચલાવી રોગ સાઇડમાં લાવી મહેશભાઈને મારી નાખવાના ઇરાદે બાઈક સાથે અથડાવી રોડની સાઈડમાં ખાડામાં પાડી દઇ પહોચાડી લોખંડના પાઈપ વડે માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે મહેશભાઈએ સાઢુભાઈ વિરૃધ્ધ બોટાદ રૃરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસની કલમ ૧૦૯(૧), ૧૧૫(૨), ૧૧૮(૧), ૧૨૫(બી), ૨૮૧, ૩૫૨ અને ૩૫૧(૩) મુજબ તથા મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.