Get The App

મધરાતે કાર ચાલક અને સાગરિતોનો બાઈક સવાર પર હુમલો, બાઈકની ચાવી લઇ ફરાર

Updated: Dec 30th, 2021

GS TEAM

Google News
Google News
મધરાતે કાર ચાલક અને સાગરિતોનો બાઈક સવાર પર હુમલો, બાઈકની ચાવી લઇ ફરાર 1 - image

વડોદરા, તા. 30 

કારેલીબાગ વિસ્તારમાં ગઈ મોડી રાતે રોંગ સાઈડ કાર ડ્રાઈવ કરનાર ચાલક અને તેના ત્રણ સાગરીતોએ એક બાઈક સવાર પર હુમલો કર્યો હતો.

કારેલીબાગની વિઠ્ઠલ કૃપા સોસાયટી મહેતા મિલન સોનીયે પોલીસને જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે હું બાઈક પર મુક્તાનંદ સર્કલ પાસેથી પસાર થતો હતો ત્યારે એક કાર ચાલક રોંગસાઇડ આવતા અકસ્માત થતાં રહી ગયો હતો.

આ વખતે મેં કાર ચાલકને કાર જોઈને ચલાવવા કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને કારમાંથી નીચે ઉતરેલા ચાલક સહિતના ચાર જણાએ મને માર માર્યો હતો. ત્યારબાદ ચારેય જણા મારી બાઈક ની ચાવી લઇ ફરાર થઇ ગયા હતા. કારેલીબાગ પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.