Gujarat

ગુજરાતમાં 'ASUSE'સર્વેનો પ્રારંભ: બિન-કૃષિ ક્ષેત્રના નાના એકમોનો ડેટા કરાશે એકત્રિત

By GS TEAM
2 Feb 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં અસંગઠિત ક્ષેત્રના આર્થિક માળખાને સમજવા અને તેને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારના અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરી દ્વારા રાજ્યવ્યાપી “Annual Survey of Unincorporated Sector Enterprises (ASUSE)” (બિન-નિગમિત ક્ષેત્રના સાહસોનું વાર્ષિક સર્વેક્ષણ) ની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં 'ASUSE'સર્વેનો પ્રારંભ: બિન-કૃષિ ક્ષેત્રના નાના એકમોનો ડેટા કરાશે એકત્રિત
AI Image

ASUSE Survey 2026 Starts in Gujarat: ગુજરાતમાં અસંગઠિત ક્ષેત્રના આર્થિક માળખાને સમજવા અને તેને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારના અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરી દ્વારા રાજ્યવ્યાપી “Annual Survey of Unincorporated Sector Enterprises (ASUSE)” (બિન-નિગમિત ક્ષેત્રના સાહસોનું વાર્ષિક સર્વેક્ષણ) ની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

જાન્યુઆરી-2026 થી શરૂ થયેલો આ સર્વે આગામી ડિસેમ્બર-2026 સુધી સમગ્ર રાજ્યમાં ચાલશે. આ સર્વેનો મુખ્ય હેતુ રાજ્યના વિશાળ બિન-કૃષિ ક્ષેત્રમાં કાર્યરત એકમોની સચોટ માહિતી મેળવવાનો છે, જેથી ભવિષ્યના આર્થિક આયોજનમાં ચોકસાઈ લાવી શકાય.

સર્વેની મુખ્ય વિશેષતાઓ:

કયા એકમોનો સમાવેશ? આ સર્વેમાં ખાસ કરીને નાના ઉત્પાદકો, સેવા પ્રદાતાઓ (Service Providers) અને નાની વેપારી સંસ્થાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

વૈજ્ઞાનિક પદ્ધતિ: આંકડાશાસ્ત્ર કચેરીના કર્મચારીઓ વૈજ્ઞાનિક પદ્ધતિથી પસંદ કરાયેલા ગામો અને શહેરી વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેશે.

ઘરે-ઘરે જઈ માહિતી: ગણતરીદારો નિયત પત્રકોમાં એકમોની વિગતવાર માહિતી એકત્રિત કરશે.

રાષ્ટ્રીય સ્તરે ઉપયોગ: આ ડેટાનો ઉપયોગ માત્ર રાજ્ય જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે નીતિ ઘડતર અને વિવિધ સરકારી યોજનાઓના આયોજન માટે કરવામાં આવશે.

આ પણ વાંચો: મહેસુલી ક્ષેત્રે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: ગેરકાયદે ગણાતી ઇનામી જમીનો હવે કાયદેસર થશે, જાણો કોને મળશે લાભ

નાગરિકોને સહકાર આપવા અપીલ

અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરી દ્વારા જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે કે, જ્યારે પણ સર્વેક્ષણ અધિકારીઓ મુલાકાતે આવે ત્યારે તેમને સાચી અને જરૂરી વિગતો આપી પૂરતો સહકાર આપવામાં આવે. આ માહિતીના આધારે જ સરકાર નાના વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકો માટે વધુ સારી કલ્યાણકારી યોજનાઓ ઘડી શકશે.