Gujarat

વેસુમાં બંગલા પર આવેલી પૂર્વ પ્રેમિકા અને નવા પ્રેમી પર હુમલો કરનારની ધરપકડ

By GS Team
3 Jan 20222 mins read
This article was originally published on 3 Jan 2022
વેસુમાં બંગલા પર આવેલી પૂર્વ પ્રેમિકા અને નવા પ્રેમી પર હુમલો કરનારની ધરપકડ

- ઉદ્યોગપતિ પુત્ર કેટલાક સમયથી પૂર્વ પ્રેમિકાની કનડગત કરતો હતોઃ રાત્રે ઘરે ફરીયાદ કરવા આવતા બંને પર હુમલો કર્યો અને પ્રેમિકાના શરીરે બચકા ભર્યા હતા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર

શારિરીક-માનસિક ત્રાસથી કંટાળી ઘરે ફરીયાદ કરવા જનાર પૂર્વ પ્રેમિકા અને તેના હાલના પ્રેમી પર લાકડાના ફટકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા ઉપરાંત પ્રેમિકાને જમીન પર પટકી દઇ શરીરે બચકા ભરનાર વેસુ વિસ્તારમાં રહેતા કલરકટેક્ષ કંપનીના પ્રોપાઇટરના પુત્રની ઉમરા પોલીસે ધરપકડ કરી છે.

વેસુ સ્થિત નંદિની ટાવર નજીક જેનીલ એન્ટરપ્રાઇઝ નામના બંગલામાં રહેતા કલરટેક્ષ કંપનીના પ્રોપાઇટરના પુત્ર કૃણાલ મહેશ કબૂતરવાલા છેલ્લા કેટલાક સમયથી તેની પૂર્વ પ્રેમિકા ગરિમા (નામ બદલ્યું છે) ને શારિરીક-માનસિક ત્રાસ ગુજારી રહ્યો હતો. જેથી ગરિમાએ તેના હાલના પ્રેમી ડેનીમ અશોકકુમાર મહંત (ઉ.વ. 25 રહે. એ 101, ઓમોરાજ એપાર્ટમેન્ટ, સૌરભ પોલીસ ચોકીની બાજુમાં, અડાજણ) કૃણાલની કરતૂત અંગે જાણ કરી હતી. જેથી ડેનીમે કૃણાલને ફોન કરી ઠપકો આપ્યો હતો અને વેસુ નંપાંચેક દિવસ અગાઉ ડેનીમ અને ગરિમા કૃણાલના ઘરે ફરીયાદ કરવા ગયા હતા. જયાં ડેનીમે કૃણાલના પિતાને ફોન કરી જાણ કરી હતી અને આ અરસામાં જ કૃણાલ ત્યાં આવી પહોંચ્યો હતો. જેથી ઉશકેરાયેલા કૃણાલે ડેનીમ અને ગરિમા પર હુમલો કરી લાકડાના ફટકા વડે માર માર્યો હતો. ડેનીમને માથામાં ફટકો વાગતા તેને ગંભીર ઇજા થઇ હતી. જયારે ગરિમાને જમીન પર પટકી દઇ બેરહમી પૂર્વક માર મારવા ઉપરાંત શરીર પર બચકા ભર્યા હતા. આ ઘટનામાં પોલીસે કૃણાલ કબૂતરવાલા (ઉ.વ. 27) ની ધરપકડ કરી છે.