Get The App

ભાવનગરમાં ધો.12ની માર્કશીટ વિતરણ માટે વિવિધ 5 સ્થળે વ્યવસ્થા ગોઠવાઇ

Updated: May 22nd, 2026

GS TEAM

Google News
Google News
ભાવનગરમાં ધો.12ની માર્કશીટ વિતરણ માટે વિવિધ 5 સ્થળે વ્યવસ્થા ગોઠવાઇ 1 - image

ઇંધણ બચાવવાના પરિપ્રેક્ષમાં પ્રથમવાર

સાત એસવીએસ માટે સ્થળો નિશ્ચિત કરાયા, આજે શાળાને અને કાલે વિદ્યાર્થીને પરિણામ વિતરણ થશે

ભાવનગર - ધો.૧૨ના તમામ પ્રવાહોની માર્કશીટ, પ્રમાણપત્રોનું વિતરણ તા.૨૨ના રોજ શાળા કક્ષાએ થનાર છે. જે માટે પ્રથમવાર એક સ્થળના બદલે ઇંધણ બચાવના અભિયાન હેઠળ જિલ્લાના પાંચ સ્થળેથી વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

મળતી વિગતો મુજબ ઓનલાઇન પરિણામ જાહેર થયા બાદ ધો.૧૨ વિ.પ્ર. અને સામાન્ય પ્રવાહની પરીક્ષાની માર્કશીટ, પ્રમાણપત્ર, એનરોલમેન્ટ આપવા બોર્ડ દ્વારા કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં ખાસ કરીને દર વર્ષે જિલ્લાભરની શાળા માટે એક જ સ્થળે વિતરણ વ્યવસ્થા ગોઠવાતી હતી જેના કારણે ગામે ગામથી પ્રતિનિધી પોતાના વાહન, ખાનગી વાહન કે પ્રવાસ ખેડીને આવતા હતા. હાલ સરકાર દ્વારા ઇંધણ બચાવ અભિયાનને સમર્થન આપી જિલ્લામાં માર્કશીટ વિતરણ માટે અલગ વ્યવસ્થા ઉભી કરાઇ છે જે મુજબ એસવીએસ ૧, , ૩ માટે સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ, એસવીએસ ૪ માટે મોડેલ સ્કૂલ તળાજા, એસવીએસ ૫ માટે શેઠ એમ.એન. હાઇસ્કૂલ મહુવા, એસવીએસ ૬ માટે એન.એન. કન્યા વિદ્યાલય પાલિતાણા જેમાં જેસર, ગારિયાધારનો સમાવેશ થશે. તો એસવીએસ ૭ એલ.ડી. મુની હાઇસ્કૂલ સિહોરની શાળા કક્ષા માટે વિતરણ થશે. તા.૨૩ના રોજ શાળાઓ દ્વારા વિદ્યાર્થીને આ માર્કશીટ વિતરણ કરાશે.