Get The App

હાથીખાનામાં એકસાથે 11 દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી

Updated: Jun 14th, 2026

GS TEAM

Google News
Google News
હાથીખાનામાં એકસાથે 11  દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી 1 - image

હાથીખાના વિસ્તારમાં ગઇકાલે ત્રાટકેલી ચોર ટોળકીએ એક સાથે 11 દુકાનોના તાળા તોડી  હાહાકાર મચાવ્યો છે. અંદાજે 10 લાખની મતા લઇ જનાર ચોર ટોળકી સીસીટીવી કેમેરામાં  પણ કેદ થઇ છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

હજી ત્રણ દિવસ  પહેલા જ  કુંભારવાડા પોલીસ સ્ટેશનની નજીક નામચીન  આરોપીએ ફાયરિંગ કરી વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું કરી દીધું હતુ. ગુનેગારોની  જામીન પર છૂટયા પછીની પ્રવૃત્તિઓ પર પોલીસે ધ્યાન આપ્યું હોત તો આ પરિસ્થિતિ સર્જીત નહીં. ઉલ્લેખનીય છે કે ,કુંભારવાડા વિસ્તારમાં ગુનાખોરી અટકાવવામાં સદંતર નિષ્ફળ ગઇ છે. ગઇકાલે જ ફાયરિંગના આરોપીનો રિકન્સટ્રક્શન માટે પોલીસ તેના વિસ્તારમાં લઇ ગઇ હતી. જેથી, ગુનેગારોમાં  પોલીસ અને કાયદાનો ડર રહે. પરંતુ, ગુનેગારોએ ફરીથી કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હાથીખાના એપીએમસી માર્કેટમાં એકસાથે 11 દુકાનોનના તાળા  તોડયા છે.