મધ્યપ્રદેશનો ગાંજાનો વધુ એક સપ્લાયર પકડાયો, વડોદરામાં 5 કિલો ગાંજો મોકલ્યો હતો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Ganja Smuggling : વડોદરામાં ગાંજો સપ્લાય કરનારા એક પછી એક સપ્લાયરને પોલીસ દબોચી રહી છે ત્યારે પંદર દિવસના ગાળામાં પોલીસે ત્રીજા એક સપ્લાયરને ઝડપી પાડ્યો છે.
પોલીસે આજવા રોડ વિસ્તારમાંથી રિઝવાન દિવાન નામના કેરિયરને 10 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. જેમાં પોલીસની તપાસ દરમિયાન પાંચ કિલો ગાંજો મોહન નંદુ નામના શકશે મોકલ્યો હોવાથી પોલીસે તેને પણ ઝડપી પાડ્યો હતો.
જ્યારે બાકીનો પાંચ કિલો ગાંજો બારજી મોહન અમલીયાર (ખેરડા, રતલામ,મધ્યપ્રદેશ) એ સપ્લાય કર્યો હોવાની વિગતો ખુલતા પોલીસે આરોપીના વતનમાં જંગલ વિસ્તારમાં વોચ રાખી તેને ઝડપી પાડ્યો છે. આરોપી કેટલા સમયથી ક્યાં ક્યાં ગાંજો મોકલતો હતો તે મુદ્દે પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.








