Get The App

વિશ્વામિત્રી નદીમાં વધુ એક મગરનું રહસ્યમય સંજોગોમાં મોત

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
વિશ્વામિત્રી નદીમાં વધુ એક મગરનું રહસ્યમય સંજોગોમાં મોત 1 - image

વડોદરાઃ વિશ્વામિત્રી નદીમાં વધુ એક મગરનું ભેદી સંજોગોમાં મોત નીપજવાનો બનાવ બનતાં જીવદયા  પ્રેમીઓમાં શોકની લાગણી છવાઇ છે.

વિશ્વામિત્રી નદીમાં તાજેતરમાં જ મગરનોની ગણતરી કરવામાં આવી હતી અને દુમાડથી તલસટ સુધીના ૧૭ કિમી વિસ્તારમાં ૪૧૭ જેટલા મગર વસવાટ કરતા હોવાનું જણાઇ આવ્યું હતું.આ સાથે મગરોના અવાર નવાર મૃતદેહ મળી આવતા હોવાના પણ બનાવો બની રહ્યા હોવાથી તેનું કારણ જાણવા પ્રયાસો થઇ રહ્યા છે.

ગઇકાલે અકોટા બ્રિજની નીચે સાડા ત્રણેક ફુટનો મગર મૃત હાલતમાં દેખાતાં જીવદયા સંસ્થાના કાર્યકરોએ મૃતદેહ કાઢી ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી.ભૂતડીઝાંપા ખાતેના પશુ આરોગ્ય કેન્દ્રમાં મગરનું પોસ્ટ મોર્ટમ કરાયું હતું.ડો.વિમલ પટેલે કહ્યું હતું કે, મૃતદેહ બે દિવસ પહેલાંનો હોવાથી અને ડીકંપોઝ થઇ ગયો હોવાથી મોતનું કારણ જાણવું મુશ્કેલ છે.આમ છતાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ.