Gujarat

ગુજરાતના જામનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો, ઝિમ્બાબ્વેથી પાછો આવ્યો હતો દર્દી

By GS Team
4 Dec 20211 min read
This article was originally published on 4 Dec 2021
ગુજરાતના જામનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો, ઝિમ્બાબ્વેથી પાછો આવ્યો હતો દર્દી

નવી દિલ્હી,તા.4.ડિસેમ્બર,2021

ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો વધુ એક કેસ સામે આવ્યો છે.આ કેસ ગુજરાતના જામનગરનો છે.

એવુ મનાય છે કે, ગુજરાતના જામનગરનો આ રહેવાસી ઝિમ્બાબ્વેથી પાછો ફર્યો હતો.એરપોર્ટ પર થયેલી તપાસમાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.એ પછી દર્દીના સેમ્પલને જિનોમ સિકવન્સિંગ માટે મોકલવામાં આવ્યુ હતુ.જેના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આ દર્દી કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોનથી સંક્રમિત છે.આ ખુલાસો થયા બાદ ગુજરાત સરકારમાં પણ હલચલ મચી ગઈ છે.

ભારતમાં સંભવિત પણે ઓમિક્રોન વેરિએન્ટનો આ ત્રીજો કેસ છે.આ પહેલા કર્ણાટકમાં તેના બે દર્દી મળ્યા હતા.આ બંને દર્દીઓએ કોરોના વેક્સીન લીધેલી છે.

દરમિયાન મહારાષ્ટ્રમાં પણ 30 લોકોના સેમ્પલ જિનોમ સિકવન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.રાજ્યમાં અત્યાર સુધીમાં 2800 જેટલા લોકો ઓમિક્રોનના જોખમ ધરાવતા દેશોમાંથી મુંબઈ આવ્યા છે.આ પૈકીના બે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જોકે મહારાષ્ટ્રમાં હજી ઓમિક્રોનના કેસની જાણકારી સામે નથી આવી.

રાજસ્થાનમાં પણ દક્ષિણ આફ્રિકાથી પાછા ફરેલા એક પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટિવ થયા છે.તેમના સંપર્કમાં આવેલા બીજા પાંચ લોકોને પણ કોરોના થયો છે.આમ ભારતમાં પણ ઓમિક્રોનના દર્દીઓ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.