Gujarat

રાજકોટમાં વધુ એક બોગસ ડોકટર ઝડપાયો

By GS Team
27 Jul 20201 min read
This article was originally published on 27 Jul 2020
રાજકોટમાં વધુ એક બોગસ ડોકટર ઝડપાયો

રાજકોટ, તા. 27 જુલાઈ 2020, સોમવાર

થોડા દિવસો પહેલા એક બોગસ ડોકટર પકડાયા બાદ આજે રાજકોટ પોલીસે વધુ એક બોગસ ડોકટરને કોઈ ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતો ઝડપી લીધો હતો.

શીતલાંધાર, પચ્ચીસ વારના પ્લોટ એરિયામાં રહેતા નિપુ કુમોદ રંજન મલિક(ઉ.43)ને પોલીસે કોઈ ડિગ્રી ન હોવા છતાં એલોપેથી દવાઓ, હોસ્પિટલના સાધનો, ઇન્જેક્શન , બાટલા મળીને 10 હજારનો આશરે મુદ્દામાલ કબ્જે કરીને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.