Gujarat
અમદાવાદ જિલ્લામાં ગુરૂવારે કોરોનાના વધુ 17 કેસ મળ્યા, સંક્રમણ ઘટયું
By GS Team
10 Feb 20221 min read
This article was originally published on 10 Feb 2022

અમદાવાદ,તા.10 ફેબ્રુઆરી 2022, ગુરૂવાર
અમદાવાદ જિલ્લામાં ગુરૂવારે કોરોના સંક્રમણના વધુ ૧૭ કેસ નોંધાયા હતા. સદનસીબે આજે એકપણ દર્દીનું કોરોનામાં મોત થયું નહતું. સાણંદ તાલુકામાંથી ૧૩, દસક્રોઇમાંથી ૪ કેસ કોરોના પોઝિટિવ મળ્યા હતા.
જિલ્લામાં દૈનિક ૧૦૦ને પાર પહોંચેલો કોરોના સંક્રમણનો આંકડો ઘટીને માંડ ૧૭ થયો છે. જેને લઇને જિલ્લામાં સંક્રમણની સ્થિતિ કાબુમાં આવી જતા તંત્ર અને રહીશોએ આંશિક રાહતનો શ્વાસ લીધો છે.
જિલ્લામાં હાલમાં એક્ટીવ કેસની સંખ્યા માત્ર ૧૧૬ છે. સાણંદ સહિતના વિસ્તારોમાં માઇક્રો કન્ટેનમેઇન્ટ ઝોનનો અમલ પણ થયો છે. બીજી બાજુ રસીકરણની કામગીરી ચાલી રહી છે. ગુરૂવારે સાત તાલુકામાંથી એકપણ કોરોનાનો કેસ મળી આવ્યો નહતો.




