Gujarat

વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત પાંચ હોદ્દેદારોના નામની જાહેરાત, ધારાસભ્યો સચવાયા

By GS TEAM
22 May 20261 min read
TukuTouch Logo
વડોદરા જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખ ઉપપ્રમુખ સહિતના પાંચ હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત પાંચ હોદ્દેદારોના નામની જાહેરાત, ધારાસભ્યો સચવાયા

Vadodara : વડોદરા: વડોદરા જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખ ઉપપ્રમુખ સહિતના પાંચ હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં ધારાસભ્યોનો હાથ ઉપર રહ્યો છે.

વડોદરા જિલ્લા પંચાયતની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કુલ 34 બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીએ 32 બેઠક મેળવી વિક્રમ સર્જ્યો છે. આજે જિલ્લા પંચાયતના નવા પ્રમુખ ઉપપ્રમુખની નિયુક્તિ માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી.

ચૂંટણીના ભાગરૂપે આજે ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવનાર છે અને આવતીકાલે ચૂંટણી યોજાનાર છે. જેથી ભાજપે આજે પ્રમુખ પ્રમુખ સહિતના પાંચ હોદ્દેદારોના નામની સત્તાવાર જાહેરાત કરી છે. જે નામો અને હોદ્દા મુજબ છે. 

(1) પ્રમુખ-જ્યોત્સનાબેન રબારી-ચોરંદા, કરજણ 

(2) ઉપપ્રમુખ-કમલેશ પટેલ-સયાજીપુરા, વડોદરા 

(3) કારોબારી ચેરમેન-કૈરવીબા વાઘેલા 

(4) પક્ષના નેતા-રાકેશ ઠાકોર 

(5) પક્ષના દંડક-મનિષાબેન પરમાર.