Gujarat

જામનગરમાં આંગણવાડીની બહેનો દ્વારા પગાર વધારા સહિતની 14 માંગણીઓ લાંબા સમયથી પડતર હોવાથી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું

By GS TEAM
8 Mar 20261 min read
TukuTouch Logo
જામનગરમાં આંગણવાડી કાર્યકરની પગાર વધારા સહિતની જુદી જુદી માંગણીઓ લાંબા સમયથી સ્વીકારવામાં ન આવતી હોવાથી, આંગણવાડી વર્કર બહેનોએ ઓનલાઈન કામગીરી સંપુર્ણ બંધ કરી છે અને ઓફ લાઈન કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે આગામી દિવસોમાં ઓફલાઈન કામગીરી પણ બંધ કરવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં આંગણવાડીની બહેનો દ્વારા પગાર વધારા સહિતની 14 માંગણીઓ લાંબા સમયથી પડતર હોવાથી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું

જામનગરમાં આંગણવાડી કાર્યકરની પગાર વધારા સહિતની જુદી જુદી માંગણીઓ લાંબા સમયથી સ્વીકારવામાં ન આવતી હોવાથી, આંગણવાડી વર્કર બહેનોએ ઓનલાઈન કામગીરી સંપુર્ણ બંધ કરી છે અને ઓફ લાઈન કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે આગામી દિવસોમાં ઓફલાઈન કામગીરી પણ બંધ કરવામાં આવશે.

ગુજરાતભરની આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોના પગાર વધારા માટે હાઈકોર્ટે હુકમ કર્યો હતો. જેને પણ એક વર્ષ જેટલો સમય વિતી ગયો હોવા છતાં હજુ સુધી પગાર વધારો કરવામાં આવ્યો નથી. 

તો બીજી બાજુ ઓનલાઈન કામગીરી માટે પ્રેશર કરવામાં આવે છે, તો મોબાઈલ આપેલા નથી. તેમ છતાં ઓનલાઈન પોષણ ટ્રેકર ઉપરાંત પોષણ સંગમ અને એવીટી એપ્લિકેશન ઉપર કામ કરવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે.

આંગણવાડી બહેનો દ્વારા પગાર વધારા સહિતના 14 મુદાઓની માંગણીઓ કરવામાં આવે છે. પરંતુ તે સ્વીકારવામાં ન આવતા રાજ્યભરની જેમ જામનગરમાં આંગણવાડી બહેનોએ ઓનલાઈન કામગીરી બંધ કરી છે અને ઓફ લાઈન કામગીરી કરવામાં આવી રહી છે. 

જો માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ઓફ લાઈન પણ કામગીરી બંધ કરીને ઉગ્ર વિરોધ કરવા ચીમકી આપવામાં આવી છે.