Gujarat

વડોદરા કલેકટર કચેરીએ આંગણવાડીની બહેનોનો મોરચો : તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર

By GS TEAM
21 Mar 20261 min read
TukuTouch Logo
હાઇકોર્ટના ચુકાદાનો અમલ, લઘુતમ વેતન અને નવા મોબાઈલ ફોન સહિત અનેક માંગ બાકી છે

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા કલેકટર કચેરીએ આંગણવાડીની બહેનોનો મોરચો : તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર

Vadodara : વડોદરા સહિત રાજ્યભરમાંથી આંગણવાડીની સેંકડો બહેનો પોતાની વર્ષો જૂની પડતર માંગણીઓ પુરી નહીં છેલ્લા ત્રણ દિવસથી અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતર્યા છે ત્યારે ગઈકાલે જિલ્લા કલેક્ટર કચેરીએ એકઠી થયેલી આંગણવાડીની બહેનોએ પડતર માંગણીઓ સાથે ભારે સૂત્રોચ્ચારથી કચેરી પ્રાંગણ ગજવી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. 

સમગ્ર વડોદરા સહિત જિલ્લા તથા રાજ્યભરની સેંકડો મહિલાઓ આંગણવાડીમાં વર્ષોથી કાર્ય કરે છે. તેમને મોબાઈલ ફોન પર ઓનલાઇન જુદી જુદી એપ્લિકેશનના સહારે કરવાના કામકાજમાં મોબાઈલ ફોન વારંવાર હેંગ થઈ જાય છે. તેથી તેમણે પોત પોતાની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી નવા મોબાઈલની માંગણી કરી હતી. ઉપરાંત હાઇકોર્ટના અગાઉના ચૂકાદાનો વર્ષોથી અમલ કરાયો નથી. તેમજ લઘુતમ વેતન પણ ચુકવાતું નહીં હોવા તથા કોઈ પગાર વધારો પણ તંત્ર દ્વારા વર્ષોથી કરાયો નહીં હોવા સહિત જુદી જુદી અનેક માંગણીઓ અંગે વિવિધ કક્ષાએ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો છતાં પણ આજ દિન સુધી દ્વારા અમલ કરાયો નથી. 

પરિણામે છેલ્લા બે દિવસથી પડતર માંગણીઓ અંગે આંગણવાડીની બહેનો અનિશ્ચિતકાળની મુદત સુધી હડતાલ પર ઉતરી જતા કામગીરી ખોવાઈ ગઈ છે. જોકે અગાઉ સયાજી બાગમાં પણ એકત્ર થયેલી આંગણવાડીની બહેનોએ બે દિવસ અગાઉ તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. ત્યારબાદ ગઈકાલે કલેક્ટર કચેરીએ પણ આંગણવાડીની એકત્ર થયેલી બહેનોએ તંત્ર સમક્ષ પડતર માંગણીઓ પૂરી કરવા આવેદન પત્ર આપ્યું હતું.