Gujarat

અમદાવાદ: નારણપુરામાં બેકાબૂ બનેલી AMTS બસે કાર-બાઈકને અડફેટે લીધા, ક્રોસિંગ પર ટ્રાફિક જામ

By GS TEAM
7 May 20261 min read
TukuTouch Logo
અમદાવાદના નારણપુરા ક્રોસ રોડ પર આજે (સાતમી મે) ટ્રિપલ અકસ્માત સર્જાતા સર્જાયો હતો. AMTS બસ, એક કાર અને બાઈક વચ્ચે થયેલી આ ટક્કરમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતને પગલે વ્યસ્ત એવા નારણપુરા ચાર રસ્તા પર કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: નારણપુરામાં બેકાબૂ બનેલી AMTS બસે કાર-બાઈકને અડફેટે લીધા, ક્રોસિંગ પર ટ્રાફિક જામ

Ahmedabad Accident: અમદાવાદના નારણપુરા ક્રોસ રોડ પર આજે (સાતમી મે) ટ્રિપલ અકસ્માત સર્જાતા સર્જાયો હતો. AMTS બસ, એક કાર અને બાઈક વચ્ચે થયેલી આ ટક્કરમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતને પગલે વ્યસ્ત એવા નારણપુરા ચાર રસ્તા પર કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

મળતી માહિતી અનુસાર, નારણપુરા ક્રોસ રોડ પર પૂરઝડપે આવી રહેલી AMTS બસ, કાર અને બાઈક એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. આ ટ્રિપલ અકસ્માતમાં બાઈક સવાર યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતી.

આ પણ વાંચો: અમદાવાદ: કાલુપુર ફ્રૂટ માર્કેટમાં AMCની કાર્યવાહી, ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરાયા

બસચાલકની બેદરકારીનો આક્ષેપ

ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર, AMTS બસના ચાલકની બેદરકારી અને પૂરઝડપે બસ ચલાવવાની લ્હાયમાં આ અકસ્માત સર્જાયો હતો. જોકે, પોલીસનું કહેવું છે કે અકસ્માત પાછળનું સાચું કારણ તપાસ બાદ જ જાણી શકાશે. અકસ્માતના પગલે રસ્તાની વચ્ચે વાહનો થંભી જતાં વાહનોની લાંબી કતારો લાગી હતી. ટ્રાફિક પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી ખસેડી ટ્રાફિક હળવો કરવાની કામગીરી શરૂ કરી હતી.

પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. સંડોવાયેલા વાહન ચાલકો અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે.