Get The App

રાજકોટ: અમરીશ ડેરને ભાજપમાં આમંત્રણ નથી આપ્યું, કોંગ્રેસને અમારામાં લેવાની કોઇ તૈયારી નથી - સી. આર. પાટીલ

Updated: Nov 20th, 2021

GS TEAM

Google News
Google News
રાજકોટ: અમરીશ ડેરને ભાજપમાં આમંત્રણ નથી આપ્યું, કોંગ્રેસને અમારામાં લેવાની કોઇ તૈયારી નથી - સી. આર. પાટીલ 1 - image


રાજકોટ, તા. 20 નવેમ્બર 2021 શનિવાર

રાજ્યમાં મંત્રીમંડળ થયાં પછી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં આજે પ્રથમ વાર આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ એ કોંગ્રેસના કેટલાક નેતાઓ માટે ભાજપમાં જગ્યા ખાલી રખાઈ છે તેવા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે કોઈ કોંગ્રેસીને લેવા ભાજપ તૈયાર નથી. 

રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર ને ભાજપમાં આવવા મેં કોઈ આમંત્રણ આપ્યું નથી તેઓ ભાજપમાં અગાઉ હતા તે મુદ્દે તેમનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે રાજકોટ ભાજપનું સંગઠન મજબૂત છે અને કોઈપણ પડકારને પહોંચી વળવા માટે સક્ષમ છે. 

શહેર પ્રમુખમાં હાલ કોઈ બદલાવની વાત નથી. જ્યારે વિજય રૂપાણીની હવે ભાજપમાં શું ભૂમિકા રહે છે તેવો પ્રશ્ન પૂછતાં તેમણે જણાવ્યું કે તેઓ ચૂંટણીમાં સ્ટાર પ્રચારક રહેશે. તેમણે ચૂંટણી સમયસર બાર મહિના પછી જ આવી રહ્યાનો નિર્દેશ પણ આડકતરી રીતે આપ્યો હતો. ત્યાં સુધી ભાજપ સંગઠનને વધુ મજબૂત કરવા માટે પ્રક્રિયા થશે.

Tags :