Gujarat

અમરેલી: 'સલામત સવારી' ST બસની અડફેટે દંપતી આવ્યું, મહિલાનું કમકમાટીભર્યું મોત

By GS TEAM
10 Nov 20251 min read
TukuTouch Logo
અમરેલી જિલ્લાના લીલીયા નજીક 'સલામત સવારી એસટી અમારી'ના સૂત્રને શર્મસાર કરતો એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. લાઠીથી લીલીયા તરફ આવી રહેલી એસટી બસે અંટાલીયા નજીક એક બાઇકને અડફેટે લેતાં બાઇક પર સવાર દંપતી ફંગોળાયું હતું. આ ગંભીર અકસ્માતમાં બાઇક પાછળ બેઠેલા મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: 'સલામત સવારી' ST બસની અડફેટે દંપતી આવ્યું, મહિલાનું કમકમાટીભર્યું મોત

Bus-Bike Accident Near Amreli: અમરેલી જિલ્લાના લીલીયા નજીક 'સલામત સવારી એસટી અમારી'ના સૂત્રને શર્મસાર કરતો એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. લાઠીથી લીલીયા તરફ આવી રહેલી એસટી બસે અંટાલીયા નજીક એક બાઇકને અડફેટે લેતાં બાઇક પર સવાર દંપતી ફંગોળાયું હતું. આ ગંભીર અકસ્માતમાં બાઇક પાછળ બેઠેલા મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડાથી આંબા ગામે રહેતું એક દંપતી બાઇક પર જઇ રહ્યું હતું, ત્યારે આ અકસ્માત નડ્યો હતો. એસટી બસની ટક્કરે બાઇક ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. પરંતુ બાઇકની પાછળ બેઠેલા તેમના પત્ની જાનવીબેન ઘનશ્યામભાઈ મંગાણીનું ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ થયું હતું. 


અકસ્માતની જાણ થતાં જ સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને લીલીયા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લીલીયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી, એસટી બસના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે.