Gujarat

અમરેલીમાં ભેદી ધડાકાથી લોકોમાં ફફડાટ! ખેડૂતના ઘરનું રસોડુ ધરાશાયી પણ ગેસ સિલિન્ડર સલામત

By GS TEAM
17 Feb 20262 mins read
TukuTouch Logo
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગરણી ગામમાં મંગળવારે (17મી ફેબ્રઆરી) વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં રહેતા ખેડૂત નાગજી ચોપડાના મકાનમાં વહેલી સવારે અચાનક જ એક ભેદી અને પ્રચંડ ધડાકો થયો હતો. આ ધડાકો એટલો શક્તિશાળી હતો કે મકાનનો રસોડાનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો અને આસપાસના મકાનોમાં પણ તેની ધ્રુજારી અનુભવાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીમાં ભેદી ધડાકાથી લોકોમાં ફફડાટ! ખેડૂતના ઘરનું રસોડુ ધરાશાયી પણ ગેસ સિલિન્ડર સલામત

Amreli News: અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગરણી ગામમાં મંગળવારે (17મી ફેબ્રઆરી) વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં રહેતા ખેડૂત નાગજી ચોપડાના મકાનમાં વહેલી સવારે અચાનક જ એક ભેદી અને પ્રચંડ ધડાકો થયો હતો. આ ધડાકો એટલો શક્તિશાળી હતો કે મકાનનો રસોડાનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો અને આસપાસના મકાનોમાં પણ તેની ધ્રુજારી અનુભવાઈ હતી.

ભરનિદ્રામાં રહેલા લોકો ફફડી ઉઠ્યા

મશતી માહિતી અનુસાર, ગરણી ગામમાં મંગળવારે વહેલી સવારે 4:30 કલાકે જ્યારે સમગ્ર ગામ નિદ્રાધીન હતું, ત્યારે અચાનક થયેલા પ્રચંડ ધડાકાથી લોકો જાગી ગયા હતા. ધડાકાને કારણે નાગજીભાઈના મકાનનું રસોડું તૂટી પડ્યું હતું અને ઘરના પતરા-દીવાલોને ભારે નુકસાન થયું હતું. ધડાકાનો અવાજ એટલો મોટો હતો કે આજુબાજુના રહીશો પણ ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા.

આ પણ વાંચો: અમરેલી: ધારીના ગોવિંદપુરમાં મહિલાને ફાડી ખાનાર સિંહણ પાંજરે પુરાઈ

સામાન્ય રીતે આવા કિસ્સામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની શંકા જતી હોય છે, પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે ઘટના બાદ તપાસ કરતા ઘરમાં રહેલો ગેસ સિલિન્ડર અને ફ્રીજ એકદમ સલામત હાલતમાં મળી આવ્યા છે. સિલિન્ડર ફાટ્યો ન હોવા છતાં આટલો મોટો ધડાકો કેવી રીતે થયો તે અત્યારે કૌતુક અને ડરનો વિષય બન્યો છે.

પોલીસ ઘટના સ્થળે

ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો નાગજીભાઈના ઘરે એકઠા થઈ ગયા હતા. તુરંત જ બાબરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે કાટમાળની તપાસ શરૂ કરી છે અને આ ભેદી ધડાકો વિસ્ફોટક પદાર્થને કારણે થયો છે કે અન્ય કોઈ ભૌગોલિક કારણોસર, તે દિશામાં એફએસએલ (FSL)ની મદદ લેવાની તજવીજ પણ હાથ ધરાઈ છે.