Gujarat

રાજુલાના ભાક્ષી ગામે પ્રેમ સંબંધમાં ખૂની ખેલ: કૌટુંબિક ભત્રીજીને ભગાડી જનારા યુવકની હત્યા, ત્રણ આરોપીની ધરપકડ

By GS TEAM
22 Apr 20262 mins read
TukuTouch Logo
રાજુલા તાલુકાના ભાક્ષી ગામે પ્રેમ સંબંધના મામલે કરુણ અંજામ આવ્યો છે. પોતાની જ કુટુંબી ભત્રીજીને ભગાડી જનાર યુવક પર જૂની અદાવત રાખીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજુલાના ભાક્ષી ગામે પ્રેમ સંબંધમાં ખૂની ખેલ: કૌટુંબિક ભત્રીજીને ભગાડી જનારા યુવકની હત્યા, ત્રણ આરોપીની ધરપકડ

Amreli News: રાજુલા તાલુકાના ભાક્ષી ગામની સીમમાં એક વર્ષ જૂના પ્રેમ સંબંધના મનદુઃખમાં યુવકની નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જૂના મનદુઃખમાં કુટુંબી દીકરીને ભગાડી જવાના મુદ્દે ઉશ્કેરાયેલા શખ્સોએ યુવકને પટ્ટા અને દોરી વડે બેરહેમ માર મારતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ મામલે રાજુલા પોલીસે ગણતરીના કલાકોમાં 3 હત્યારાઓને દબોચી લીધા છે.

શું હતી સમગ્ર ઘટના?

મૃતક દિનેશભાઈ ટભાભાઈ સોલંકી ગત 18 એપ્રિલના રોજ મોરબીથી મજૂરોને લેવા માટે ભાક્ષી ગામ આવ્યા હતા. રાત્રિના સમયે તેઓ ખેતરમાં આરામ કરી રહ્યા હતા, ત્યારે તકનો લાભ લઈને આરોપીઓ બાઈક પર ત્યાં ધસી આવ્યા હતા. આરોપીઓ દિનેશભાઈને એકાંતમાં લઈ ગયા હતા અને ત્યાં તેમના પર તૂટી પડ્યા હતા.

પટ્ટા અને દોરીથી નિર્દયી હુમલો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી રાજેશ ઉર્ફે રાકેશ ભનુભાઈ સોલંકી અને સુરસિંહ ભનુભાઈ સોલંકી (રહે. ધારેશ્વર) એ દિનેશ સોલંકીને ગાળો આપી, બેલ્ટ અને દોરી વડે ઢોર માર માર્યો હતો. ગંભીર ઈજાઓ પહોંચાડી આરોપીઓ દિનેશને લોહીલુહાણ હાલતમાં ખેતરમાં જ મૂકીને ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નીપજ્યું હતું. એક વર્ષ પહેલા મૃતકનો આરોપીના કુટુંબની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો, જે બાબતનું મનદુઃખ રાખીને આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. 

પોલીસની કાર્યવાહી

હત્યાની ગંભીરતાને જોતા રાજુલા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના સમયમાં જ 3 આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.