Gujarat

અમરેલીમાં SIRની કામગીરી દરમિયાન BLOને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા

By GS TEAM
10 Dec 20251 min read
TukuTouch Logo
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના છાપરી ગામે ફરજ બજાવતા એક શિક્ષકને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. શિક્ષક રાજેન્દ્રસિંહ ચૌહાણ શાળા પરિસરમાં BLO (બૂથ લેવલ ઓફિસર) અને SIRની કામગીરી કરી રહ્યા હતા, તે દરમિયાન આ દુર્ઘટના બની હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીમાં SIRની કામગીરી દરમિયાન  BLOને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા

Amreli BLO Heart Attack: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના છાપરી ગામે ફરજ બજાવતા એક શિક્ષકને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. શિક્ષક રાજેન્દ્રસિંહ ચૌહાણ શાળા પરિસરમાં BLO (બૂથ લેવલ ઓફિસર) અને SIRની કામગીરી કરી રહ્યા હતા, તે દરમિયાન આ દુર્ઘટના બની હતી.

આ પણ વાંચોઃ સુરતની રાજ ટેક્સટાઈલ માર્કેટમાં ત્રીજા, પાંચમાં અને નવમા માળે ફરી ભીષણ આગ ભડકી

શાળા પરિસરમાં ઢળી પડ્યા શિક્ષક

મળતી માહિતી મુજબ, રાજેન્દ્રસિંહ ચૌહાણ નામના શિક્ષણ BLO તરીકે SIRની મતદાર યાદીની તપાસની કામગીરી કરી રહ્યા હતા. આ કામગીરી દરમિયાન જ તેમને શાળા પરિસરમાં જ અચાનક હાર્ટ એટેક આવી ગયો હતો અને તેઓ જમીન પર જ ઢળી પડ્યા હતા. ત્યારબાદ, તેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પહેલાં તેમને વિજપડીની હોસ્પિટલ લઈ જવાયા. જોકે, બાદમાં તેમને વધુ સારવાર માટે સાવરકુંડલા અને હાલ અમરેલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. 

આ પણ વાંચોઃ ખેડા: 'ત્રીજા સંતાન'નો નિયમ તોડ્યો: ખોટો જન્મનો દાખલો રજૂ કરવા બદલ બામરોલીના મહિલા સરપંચની પદ પરથી હકાલપટ્ટી

હોસ્પિટલમાં સારવાર હેઠળ

હાલ, BLO રાજેન્દ્રસિહં ચૌહાણની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તેઓ હજું હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે, તેમની આ પ્રકારે તબિયત લથડતા ત્યાં હાજર અન્ય શિક્ષકો અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.