અમરેલી: ખાંભાના લાપાળા ડુંગર પર લાગી આગ, બાજુમાં જંગલ હોવાથી વધી ચિંતા

અમરેલી, તા. 19 માર્ચ 2022, શનિવાર
ખાંભા તાલુકાના લાપાલા ડુંગર નજીક ગઈકાલના રોજ આગ લાગવાની ઘટના સામે આવી હતી. લાપાળાં ડુંગરની બાજુમાં જ મીતીયાળા અભ્યારણ્ય આવેલું છે અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. છેલ્લા 18 કલાકથી લાગેલી આગ હજુ પણ યથાવત છે. આગ પર કાબુ મેળવવા માટે જિલ્લાભરમાંથી ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વન વિભાગની ટીમ પણ આગ બુજાવવાનો પ્રયત્ન કરી છે. હાલ 7 જેટલા ફાયર ફાઈટરો દ્વારા આગ બુજાવવાનો પ્રયત્ન શરૂ છે.
ખાંભાના લાપાળા ડુંગર વિસ્તારમાં સિંહ સહીત અન્ય વન્યપ્રાણીઓ વસવાટ કરે છે સિંહોના રહેઠાણ વાળા વિસ્તારમાં આગ ફેલાય જતા ચિંતા વધી છે. સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં આ પ્રકારે અહીંના ડુંગરીયાળ વિસ્તારમાં આગ લાગતી હોય છે જેના કારણે વન્યપ્રાણીઓ પર પણ જોખમ ઊભું થાય છે.
આગ બુજાવવામાં તંત્ર વામણું પુરવાર થઈ રહ્યું છે.
અમરેલી: ખાંભાના લાપાળા ડુંગર પર લાગી આગ, બાજુમાં જંગલ હોવાથી વધી ચિંતા pic.twitter.com/7TrmxLwI2Z
— Gujarat Samachar (@gujratsamachar) March 19, 2022




