AMC Budget News : ગુજરાતના મહત્ત્વપૂર્ણ શહેર એવા અમદાવાદના મ્યુનિ. કોર્પોરેશનનું આગામી વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ થઈ રહ્યું છે. મ્યુનિ. કમિશ્નર દ્વારા 17018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે.
AMC BUDGET 2026-27 LIVE UPDATES
- શહેરમાં 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને 5 મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત કુલ 11 સ્પોર્ટ્સ કોમ્પલેક્સ તૈયાર કરાશે.
- બોપલ રિંગ રોડથી ઘુમા, નહેરુનગરથી શિવરંજની થઈ સેટેલાઇટ રામદેવ નગરથી ઇસ્કોન સુધી એલિવેટેડ કોરિડોર બનાવાશે.
- એલિવેટેડ કોરિડોર અને ત્રણ નવા ફ્લાયઓવર તેમજ પાંચ રેલવે ઓવરબ્રિજ અને ત્રણ ફ્લાય ઓવરબ્રિજ બનશે.


























