Gujarat

યાત્રાધામ અંબાજી જતાં યાત્રાળુઓ માટે મહત્ત્વના સમાચાર, ગબ્બર પરની રોપ-વે સેવા 6 દિવસ બંધ રહેશે

By GS TEAM
21 Feb 20261 min read
TukuTouch Logo
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે જતા લોકો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. જેમાં ગબ્બર પર જવા માટે ઉપયોગમાં લેવાતી રોપ-વે સેવા આગામી 6 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યાત્રાધામ અંબાજી જતાં યાત્રાળુઓ માટે મહત્ત્વના સમાચાર, ગબ્બર પરની રોપ-વે સેવા 6 દિવસ બંધ રહેશે

Ambaji Gabbar Ropeway Closed : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે જતા લોકો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. જેમાં ગબ્બર પર જવા માટે ઉપયોગમાં લેવાતી રોપ-વે સેવા આગામી 6 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

મેન્ટેનન્સની કામગીરીને પગલે ગબ્બર રોવ-વે સેવા 6 દિવસ બંધ રહેશે

મળતી માહિતી મુજબ, અંબાજી ખાતે ગબ્બર પરની રોપ-વેની મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોવાથી સેવા બંધ રહેશે. જેમાં 23 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2026 સુધી રોપ-વે સેવા બંધ રહેશે. જ્યારે 1 માર્ચ 2026થી રોપ-વે સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: નર્મદા: કેવડિયામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પરિવારના નામ મતદાર યાદીમાંથી ગાયબ, 97 નામો કાઢી નખાતા વિવાદ છંછેડાયો

વહીવટી તંત્ર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઈને તંત્રએ નિર્ણય લીધો છે. જોકે, દર્શનાર્થીઓ ગબ્બરના પગથિયા ચઢીને માતાજીના દર્શન કરી શકશે.