પાલનપુર પાલિકાના મહિલા પ્રમુખે એક વર્ષ એસી ચેમ્બરમાં વિતાવ્યું હોવાના આક્ષેપ

પાલનપુર તા.21
પાલનપુર નગરપાલિકાના મહિલા પ્રમુખે ચાર્જ સંભળ્યાને એક વર્ષ
પુરુ થયું હોવા છતા શહેરમાં વિકાસના કામો શરૃ કરવામાં ન આવતા બિસ્માર રોડ રસ્તાને
લઈ શહેર નર્ગાકારમાં ફેરવાતા નગરપાલિકાના વિપક્ષના નેતાની આગેવાનીમાં કોંગ્રેસે
રેલી યોજી નગરપાલિકામાં દેખાવો કર્યો હતો.
પાલનપુર શહેરના વિકાસ માટે સરકાર દ્રારા વર્ષે દહાડે લાખો
કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે.પંરતુ પ્રમુખની નિષ્ક્રિયતાને લઈ શહેરમાં
વિકાસના કામો અટવાતા શહેરમાં બિસ્માર રોડ રસ્તા ગંદડી જેવી સમસ્યાઓને લઈ શહેરી જનો
ત્રાહિમામ પોકારી ઉઠયાં છે.ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના મહિલા પ્રમુખ હેતલબેન
રાવલને પ્રમુખ પદ સંભાળ્યાને એક વર્ષ પુરૃ થવા છતાં શહેરનો વિકાસ ન થતા મિલ્કત
ધારકો પાસે થી વેરાની કડક ઉઘરાણી કરી બદલામાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં ન
આવતા વિપક્ષના નેતા અંકિતા ઠાકોર ની આગેવાની હેઠળ કોંગ્રેસ દ્રારા દિલ્લીગેટથી
નગરપાલિકા સુધી બેનરો અને સુત્રોચાર સાથે રેલી યોજવામા આવી હતી અને પ્રમુખે એક વર્ષ નગરપાલિકાના એસી
ચેમ્બરમાં વિતાવ્યું હોવાના આક્ષેપ કર્યા હતા બાદમાં શહેરમાં વિકાસના કામો પુરા
કરવા નગરપાલીકા ના ચીફ ઓફિસર પાસે લેખિત બાંહેધરી માંગવામાં આવી હતી.
અગાઉ જિલ્લા
ભાજપ પ્રમુખને રજુઆત કરાઈ હતી
પાલનપુર નગરપાલિકાના મહિલા પ્રમુખ હેતલબેન રાવલ ના વહીવટ થી
નારાજ ભાજપના કેટલાક સભ્યોએ જિલ્લા ભાજપ પ્રમુખને તાજેતરમાં પાલીકા પ્રમુખ વિરુદ્ધ
લેખિત રજુઆત પણ કરી હતી




