હથનુર ડેમના તમામ 36 દરવાજા ખોલીને 69,000 કયુસેક પાણી છોડાયુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સુરત,તા. 15 જુલાઇ, 2020,બુધવાર
ઉકાઇ ડેમના ઉપરવાસના 21 રેઇનગેજ સ્ટેશનમાં વિતેલા 36 કલાકમાં 628 મિ.મિ અને સરેરાશ 1.19 ઇંચ વરસાદ વરસવાની સાથે જ હથનુર ડેમના તમામ 36 દરવાજા ખોલીને 69,000 કયુસેક પાણી છોડાતા જ ઉકાઇ ડેમના સતાધીશો સાવધાન થઇ ગયા છે.
ઉકાઇ ડેમના કેચમેન્ટમાં ગઇકાલ મંગળવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. મંગળવારે સવારે છ વાગ્યાથી લઇને આજે સવારે છ વાગ્યા સુધી 298 મિ.મિ અને આજે દિવસના સવારે છ વાગ્યા થી લઇને સાંજે છ વાગ્યા સુધીના 12 કલાકમાં 330 મિ.મિ મળીને વિતેલા 36 કલાકમાં દેમાર 628 મિ.મિ અને સરેરાશ 1.19 ઇંચ વરસાદી પાણી પડયુ હતુ. જેમાં સાવખેડામાં 4 ઇંચ, હથનુરમાં 3 ઇંચ, તથા અન્ય સ્ટેશનોમાં બે ઇંચ સુધીનો વરસાદ ખાબકયો હતો.
કેચમેન્ટમાંથી મોટાભાગના હથનુર ડેમની ઉપરવાસમાં વરસાદ વધુ પડયો હોવાથી ત્યાં ના સતાધીશોએ 36 દરવાજા ખોલીને 69,000 કયુસેક પાણી છોડવાની શરૃઆત કરી હતી. આ પાણીની આવક ઉકાઇ ડેમમાં 24 થી 36 કલાકના સમયગાળામાં ઠલવાશે. આથી ઉકાઇ ડેમમાં આવનારી પાણીની આવકને ધ્યાનમાં લઇને ડેમના સતાધીશો એર્લટ થઇ ગયા છે. આજે રાત્રીના આઠ વાગ્યે ઉકાઇ ડેમની સપાટી 320.02 ફૂટ નોંધાઇ હતી. અને ઇનફલો-આઉટફલો 1050 કયુસેક નોંધાયા હતા. ઉકાઇ ડેમનું રૃલલેવલ 333 ફૂટ છે.




