Gujarat
વડોદરામાં અલકાપુરીની ગેસ એજન્સીના બેંક એકાઉન્ટમાં 500ના દરની ડુપ્લીકેટ નોટો ભરાતાં ફરિયાદ
By GS TEAM
30 Oct 20251 min read
વડોદરા શહેરમાં ડુપ્લીકેટ ચલણી નોટો ધૂમ ફરી રહી હોવાના કિસ્સા અવારનવાર બનતા હોય છે. જેની પોલીસ ફરિયાદ થતી હોવા છતાં તપાસ દરમિયાન કોઈ નક્કર વિગતો ખુલતી નથી.
Summarized by AI; it may make mistakes. Check important info

image : Social media
Vadodara : વડોદરા શહેરમાં ડુપ્લીકેટ ચલણી નોટો ધૂમ ફરી રહી હોવાના કિસ્સા અવારનવાર બનતા હોય છે. જેની પોલીસ ફરિયાદ થતી હોવા છતાં તપાસ દરમિયાન કોઈ નક્કર વિગતો ખુલતી નથી.
આ પ્રકારની વધુ એક ફરિયાદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે. જેમાં અલકાપુરી પ્રોડક્ટિવિટી રોડ ઉપર સિલ્વર સ્ક્વેરમાં આવેલી શ્રીનાથજી ભારત ગેસના ભરણામાં 500ના 5 ડુપ્લીકેટ નોટો મળી આવી હતી.
આ અંગે એચડીએફસી બેન્કના કર્મચારી સિદ્ધાર્થ ત્રિવેદીએ વડોદરા ક્રાઈમ બ્રાન્ચને જાણ કરતા પોલીસે ગેસ એજન્સી સામે પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ જાલી નોટો કોણ આપી ગયું તેની તપાસ બાદ પોલીસ આગળનું પગેરું શોધવાનો પ્રયાસ કરશે.