ખેપીયાથી જથ્થો પડતા ગોત્રી વિસ્તારમાં દારૂની રેલમછેલ:વીડિયો વાયરલ

- વાહન ચાલકોનો પોલીસ વીડિયો વાયરલ કરે છે પરંતુ દારૂની હેરાફેરી કરતા ખેપીયાઓ સીસીટીવીમાં ઝડપાતા નથી
વડોદરા, 12 માર્ચ 2022
મોટરસાયકલ પર વિદેશી દારૂની ખેપ મારતા ખેપીયાઓ સીસીટીવી ફુટેજમાં ક્યારે પણ આવતા નથી ત્યારે ગઈકાલે મોડી સાંજે વડોદરાના ગોત્રી હોસ્પિટલ પાસેના મુખ્ય રસ્તા ઉપર ખેપીયાથી દારૂનો થેલો રસ્તા પર પડી જતા વિદેશી દારૂની બોટલો ફૂટી જતા દારૂની રેલમછેલ થઈ ગઈ હતી જેનો વીડિયો વાયરલ થયો હતો.ગુજરાતમા દારૂ બંધી છે. પરંતુ કાગળ પર હોય તેમ ચોક્કસ પણે લાગી રહ્યુ છે.
ગોત્રી હોસ્પિટલના મેઇન રોડ પર દારૂની ખેપ મારવા જતા દારુની પેટીઓ રોડ પર પડી જતા કાચની બોટલો તુંટી ગઈ હતી.
વડોદરામાં બે બુટલેગરો વચ્ચે ચાલતી હરીફાઈને કારણે અસામાજીક પ્રવૃતિ પણ વધી છે. બુટલેગર બે ફામ બની કોઈ રોકટોક વગર હેરાફેરી કરી રહ્યા છે જે પોલીસ માટે પડકારરૂપ હોવા છતાં પોલીસ મુક પ્રેક્ષક બનીને જોતી રહે છે. ગઇકાલે મોડી સાંજે દારૂનો જથ્થો મોટરસાયકલ પર લઇને જતા ખેપ મારતા ખેપીયા થી દારૂની પેટીઓ રોડ પર પડી જતા ફૂટી ગઈ હતી જેથી દારૂ રેલમછેલ થઇ ગઇ હતી. બુટલેગરોના ખેપીયાઓ દારૂની હેરાફેરી કરતા હોય છે. તેનો સીસીટીવી ફૂટેજ ક્યારે પણ પોલીસ જાહેર કરતી નથી પરંતુ વાહનચાલકો તેમના પરિવાર સાથે ત્રણ સવારી કે મોબાઇલ પર વાત કરતાં જતા હોય તો પોલીસ એનો વીડીયો વાયરલ કરે છે અને ટ્રાફિક નિયમનનો અમલ કરવા સલાહ આપે છે.
અત્રે યાદ આપવું જરૂરી છે કે વડોદરા શહેરમાં થોડાક વખત પહેલાં કેન્દ્રીય મંત્રી મુલાકાતે આવ્યા હતા ત્યારે રસ્તા પર દારૂની રેલમછેલ થઇ ગઇ હતી.




