Gujarat

અમદાવાદથી પ્રયાગરાજ કરતાં અમદાવાદથી લંડન જવાનું એરફેર ઓછું! જાણો કેટલું છે ભાડું

By GS Team
29 Jan 20251 min read
This article was originally published on 29 Jan 2025
TukuTouch Logo
મહાકુંભને પગલે અમદાવાદથી પ્રયાગરાજનું એરફેર કૂદકેને ભૂસકે વધી રહ્યું છે. હાલ સ્થિતિ એવી છે કે, અમદાવાદથી પ્રયાગરાજ કરતાં અમદાવાદથી લંડન જવાનું એરફેર ઓછું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદથી પ્રયાગરાજ કરતાં અમદાવાદથી લંડન જવાનું એરફેર ઓછું! જાણો કેટલું છે ભાડું

Mahakumbh 2025: મહાકુંભને પગલે અમદાવાદથી પ્રયાગરાજનું એરફેર કૂદકેને ભૂસકે વધી રહ્યું છે. હાલ સ્થિતિ એવી છે કે, અમદાવાદથી પ્રયાગરાજ કરતાં અમદાવાદથી લંડન જવાનું એરફેર ઓછું છે. 

ફેબ્રુઆરી માસના બીજા સપ્તાહમાં અમદાવાદથી 9 કલાક 40 મિનિટનો સમય લઈને લંડન પહોંચાડતી ફ્‌લાઇટનું એરફેર રૂપિયા 30,623 છે. જેની સરખામણીએ આ જ સમયગાળામાં અમદાવાદથી 1.50 કલાકનો સમય લઈને પ્રયાગરાજ પહોંચાડતી ફ્લાઇટનું ભાડું 34,340 રૂપિયા છે. આ ઉપરાંત અમદાવાદ-દુબઈનું વન-વે એરફેર અમદાવાદ-દુબઈ કરતાં 3 ગણું ઓછું છે. અમદાવાદ-દુબઈનું ઓછામાં ઓછું વન-વે એરફેર 12500 રૂપિયા છે.

આ પણ વાંચો: 20 લાખની વસતીવાળા પ્રયાગરાજમાં રહીશો કરતાં વીસ ગણા પ્રવાસીઓ, રેકોર્ડ બ્રેક ટ્રાફિક

અમદાવાદથી અયોધ્યાનું વન-વે એરફેર પણ હાલ વધીને 34 હજાર રૂપિયા થઈ ગયું છે. સામાન્ય દિવસોમાં આ એરફેર 7 હજાર રૂપિયાની આસપાસ હોય છે. આ સિવાય અમદાવાદ-વારાણસીનું વન-વે એરફેર સામાન્ય દિવસો કરતાં 3 ગણું વધીને 26 હજાર રૂપિયા થઈ ગયું છે.