અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થી મહિલાનો અછોડો તોડનારી બે મહિલા પકડાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Chain Snatching : વડોદરાના દંતેશ્વર-તરસાલી રિંગ રોડ પર દર્શનમ એન્ટીકામાં રહેતા સંતોષકુમાર ગંગારામ લુસ્ટે દરજીપુરા એરફોર્સમાં જુનિયર એન્જિનિયર તરીકે નોકરી કરે છે. 30મેના રોજ તેમની મામાની દીકરી લીલાબેન તથા તેમના પતિ બાબુભાઈ પરિવાર સાથે સંતોષકુમારના ઘરે આવ્યા હતા બીજા દિવસે એટલે કે 31મી તારીખે પૂનમ હોય તેઓ કાર લઈને અટલાદરા સ્વામિનારાયણ મંદિર દર્શન કરવા માટે ગયા હતા. તે દરમિયાન લીલાબેનના ગળામાંથી 6.48 ગ્રામ વજનનું મંગળસૂત્ર કોઈ ચોરી ગયું હતુ. આ ગુનામાં સામેલ બે મહિલાઓને અટલાદરા પોલીસે ઝડપી પાડી છે. (1) સુભદ્રાબેન ભરતભાઈ દંતાણી અને (2) જ્યોતિબેન જયેશભાઈ દંતાણી (બંને રહે. દેવીપુરાના છાપરામાં મણીનગર અમદાવાદ) પાસેથી પોલીસે મંગળસૂત્ર કબજે લીધું છે.









