Gujarat

અમદાવાદ: વટવામાં નશામાં ધૂત કારચાલકનો આતંક, અડફેટે આવતા ગાયનું મોત

By GS TEAM
17 Feb 20261 min read
TukuTouch Logo
અમદાવાદ શહેરમાં હજુ પણ દારૂ પીને વાહન ચલાવવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે વટવા વિસ્તારમાં આવેલા જોગણી માતાના મંદિર નજીક એક બેફામ કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ગાયનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: વટવામાં નશામાં ધૂત કારચાલકનો આતંક, અડફેટે આવતા ગાયનું મોત

Ahmedabad Vatva Accident: અમદાવાદ શહેરમાં હજુ પણ દારૂ પીને વાહન ચલાવવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે વટવા વિસ્તારમાં આવેલા જોગણી માતાના મંદિર નજીક એક બેફામ કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં  ગાયનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.

નશામાં ધૂત હતો કારચાલક 

મળતી માહિતી અનુસાર, કારચાલક સંપૂર્ણપણે નશાની હાલતમાં હતો અને કાર ખૂબ જ સ્પીડમાં હંકારી રહ્યો હતો. અકસ્માત બાદ જ્યારે રોષે ભરાયેલા લોકોએ કારની તપાસ કરી, ત્યારે કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: ડ્રગ્સ માફિયાઓ બેફામ? ગુજરાતમાં એક જ વર્ષમાં રૂ.2240 કરોડનું સિન્થેટિક ડ્રગ્સ ઝડપાયું

અકસ્માત સર્જી ભાગવા જઈ રહેલા કારચાલકને લોકો ઝડપી પાડ્યો હતો. લોકોએ તેને પકડીને પોલીસને હવાલે કરવાની તજવીજ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા જ વટવા પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો.