Gujarat

અમદાવાદઃ ગોમતીપુર વિસ્તારમાં કારમાંથી 120 કિલો ગૌમાંસ સાથે 2 લોકો ઝડપાયા

By GS Team
16 Mar 20221 min read
This article was originally published on 16 Mar 2022
અમદાવાદઃ ગોમતીપુર વિસ્તારમાં કારમાંથી 120 કિલો ગૌમાંસ સાથે 2 લોકો ઝડપાયા

અમદાવાદ, તા. 16 માર્ચ 2022, બુધવાર

અમદાવાદ પોલીસને મંગળવારના રોજ બાતમી મળી હતી કે, સારંગપુર બ્રિજના છેડે આવેલા સ્લમ ક્વાર્ટર્સની અંદર ખુલ્લા મેદાનમાં એક સિલ્વર રંગની સેન્ટ્રો ફોર વ્હીલ કાર ઉભી છે. આ કારનો RTO નંબર GJ-01-HG6217 છે અને તેમાં 2 ઈસમો ગેરકાયદેસર પશુ માંસ ભરી લાવેલા છે. 

આ બાતમીના આધારે ગૌવંશના કતલ અને ગૌમાંસની હેરાફેરી અંગે પેટ્રોલિંગ કરતા યુનિટે રસ્તામાંથી પસાર થતા 2 લોકોને પંચ માટે રાજી કરીને બાતમીમાં દર્શાવાયેલી કારને કોર્ડન કરી લીધી હતી. કારમાંથી મોહંમદ અરબાજ મોહંમદ યાસીર કુરેશી (ઉં. 20) અને મોહંમદ વાજીદ મોહંમદ સાબીર કુરેશી (ઉં. 22)ની અટકાયત કરવામાં આવી હતી. 

કારમાંથી પશુ માંસનો 120 કિગ્રાનો જથ્થો મળી આવ્યો હતો જેની FSL તપાસમાં તે ગૌમાંસ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આશરે 12 હજાર રૂપિયાનું મૂલ્ય ધરાવતો ગૌમાંસનો જથ્થો અને આશરે 50 હજાર રૂપિયાનું મૂલ્ય ધરાવતી ગાડી એમ કુલ 62,000 રૂપિયાનો મુદ્દામાલ કબજામાં લીધો હતો અને આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી.