Gujarat

અમદાવાદીઓ પાસેથી એક વર્ષમાં GSTના 33722 કરોડ વસૂલાયા, આ મામલે સુરત બીજા અને વડોદરા ત્રીજા ક્રમે

By GS TEAM
19 Dec 20251 min read
TukuTouch Logo
ગુજરાતે ગૂડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)થી ગુજરાતને નાણાકીય વર્ષ 2024-25માં રૂપિયા 73277.56 કરોડની આવક થયેલી છે. ગુજરાતમાંથી જીએસટીને સૌથી વધુ આવક મેળવી આપવામાં અમદાવાદ જિલ્લો સૌથી વધુ ‘કમાઉ છે. નાણાકીય વર્ષ 2024-25માં અમદાવાદથી 33722.72 કરોડની આવક જીએસટીથી થયેલી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદીઓ પાસેથી એક વર્ષમાં GSTના 33722 કરોડ વસૂલાયા, આ મામલે સુરત બીજા અને વડોદરા ત્રીજા ક્રમે

Gujarat GST Revenue: ગુજરાતે ગૂડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)થી ગુજરાતને નાણાકીય વર્ષ 2024-25માં રૂપિયા 73277.56 કરોડની આવક થયેલી છે. ગુજરાતમાંથી જીએસટીને સૌથી વધુ આવક મેળવી આપવામાં અમદાવાદ જિલ્લો સૌથી વધુ ‘કમાઉ છે. નાણાકીય વર્ષ 2024-25માં અમદાવાદથી 33722.72 કરોડની આવક જીએસટીથી થયેલી છે. 

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતીઓએ એક વર્ષમાં જીએસટી પાછળ જે રકમ ચૂકવી છે તેમાંથી અડધાથી વધુ એટલે કે 52. 56 ટકા માત્ર અમદાવાદમાંથી છે. આ સ્થિતિ પ્રમાણે અમદાવાદીઓ પાસેથી દરરોજના સરેરાશ રૂપિયા 92.39 કરોડ જીએસટી પેટે વસૂલવામાં આવ્યા છે. જીએસટી પાછળ સૌથી વધુ રકમ વસૂલાઇ હોય તેવા જિલ્લામાં સુરત 6689.51 કરોડ સાથે બીજા, વડોદરા 5873.69 કરોડ સાથે ત્રીજા સ્થાને છે. આમ, જીએસટી યોગદાનમાં સુરતનો હિસ્સો 9 ટકા જેટલો છે. 

ગુજરાતને જીએસટીથી થતી આવકમાં પણ નોંધપાત્ર વધારો થતો ગયો છે. 2021-22માં 45464.45 કરોડની આવક હતી તે 2022-23માં 56064 કરોડ, 2023-24માં 64132 કરોડ અને 2024-25માં 73277 કરોડ થઇ છે. 

નાણાકીય વર્ષ 2024-25માં દેશના જે રાજ્યમાંથી જીએસટીની સૌથી વધુ આવક થઇ હોય તેમાં મહારાષ્ટ્ર 3.60 લાખ કરોડ સાથે મોખરે, કર્ણાટક 1.60 લાખ સાથે બીજા, ગુજરાત ત્રીજા, તામિલનાડુ ચોથા જ્યારે હરિયાણા પાંચમાં સ્થાને છે. નાણાકીય વર્ષ 2026માં એપ્રિલથી નવેમ્બર સુધી 52390કરોડ વસૂલવામાં આવ્યા છે. ગત વર્ષે આ સમયગાળામાં વસૂલવામાં આવેલી રકમ રૂપિયા 48 હજાર કરોડ હતી.