Gujarat

અમદાવાદના એક જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવેલી મહિલાઓ સોનાની બુટ્ટીઓ ચોરી ફરાર, CCTV તપાસતા ભાંડો ફૂટ્યો

By GS TEAM
9 Mar 20261 min read
TukuTouch Logo
અમદાવાદના પોશ ગણાતા શેલા વિસ્તારમાં તસ્કર મહિલાઓ દ્વારા ચાલાકીપૂર્વક દાગીનાની ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જ્વેલર્સના શોરૂમમાં ગ્રાહક બનીને આવેલી બે મહિલાઓએ સેલ્સમેનની નજર ચૂકવી અંદાજે 1.48 લાખ રૂપિયાની કિંમતની સોનાની બે બુટ્ટીઓ પર હાથફેરો કર્યો હતો. આ અંગે બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના એક જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવેલી મહિલાઓ સોનાની બુટ્ટીઓ ચોરી ફરાર, CCTV તપાસતા ભાંડો ફૂટ્યો

Jewelers Theft In Ahmedabad: અમદાવાદના પોશ ગણાતા શેલા વિસ્તારમાં તસ્કર મહિલાઓ દ્વારા ચાલાકીપૂર્વક દાગીનાની ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જ્વેલર્સના શોરૂમમાં ગ્રાહક બનીને આવેલી બે મહિલાઓએ સેલ્સમેનની નજર ચૂકવી અંદાજે 1.48 લાખ રૂપિયાની કિંમતની સોનાની બે બુટ્ટીઓ પર હાથફેરો કર્યો હતો. આ અંગે બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

કેવી રીતે આપી ચોરીને અંજામ?

મળતી માહિતી અનુસાર, ગત ફેબ્રુઆરી મહિનામાં આ મહિલાઓ શેલા સ્થિત જ્વેલર્સના શોરૂમમાં ખરીદીના બહાને આવી હતી. મહિલાઓએ સેલ્સમેન પાસે સોનાની ચૂની અને કડીઓ જોવાની માંગ કરી હતી. જ્યારે સેલ્સમેન અન્ય દાગીના બતાવવામાં વ્યસ્ત હતો, ત્યારે આ મહિલાઓએ અત્યંત ચલાકીથી સોનાની બુટ્ટીઓ ચોરી પોતાના કબજામાં કરી લીધી હતી.


આ પણ વાંચો: હિંમતનગરમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, મેરેજ બ્યુરો ખોલી યુવકોને જાળમાં ફસાવતા દંપતી સહિત 4 ઝડપાયા

શોરૂમના કર્મચારીઓ દ્વારા જ્યારે નિયમિત સ્ટોકની ગણતરી કરવામાં આવી, ત્યારે સોનાની બે બુટ્ટીઓ ઓછી હોવાનું માલૂમ પડ્યું હતું. આ અંગે મેનેજર અને માલિકને જાણ કરાતા શોરૂમના CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા, જેમાં બંને મહિલાઓની કરતૂત કેમેરામાં કેદ થયેલી જોવા મળી હતી. શોરૂમના સિનિયર મેનેજર દ્વારા બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને મહિલાઓની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે.