Gujarat

અમદાવાદ: રિવરફ્રન્ટ પર જોખમી સ્ટંટ કરતા શખસોનો વીડિયો વાઈરલ, સીટ પર ઊંધા સૂઈને બાઈક હંકારી, પોલીસ તપાસ શરૂ

By GS TEAM
16 Jun 20261 min read
TukuTouch Logo
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મોડી રાત્રે કેટલાક શખસો બેફામ વ્હીકલ હંકારીને જાહેર રસ્તાને બાનમાં લીધો હોવાની ઘટના સામે આવી છે. 4થી 5 જેટલા મોપેડ અને બાઇક પર આવેલા આ નબીરાઓએ રસ્તા પર બેફામ આડાઅવળા વાહનો હંકારીને અન્ય વાહનચાલકોનો જીવ જોખમમાં મૂક્યો હતો. એટલું જ નહીં એક યુવકે ચાલુ બાઇકે સીટ પર આડા પડીને સ્ટંટ કર્યો હતો અને તેનો બીજો સાથીદાર અન્ય ટુ વ્હીલર પરથી આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી રહ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: રિવરફ્રન્ટ પર જોખમી સ્ટંટ કરતા શખસોનો વીડિયો વાઈરલ, સીટ પર ઊંધા સૂઈને બાઈક હંકારી, પોલીસ તપાસ શરૂ

Ahmedabad News: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મોડી રાત્રે કેટલાક શખસો બેફામ વ્હીકલ હંકારીને જાહેર રસ્તાને બાનમાં લીધો હોવાની ઘટના સામે આવી છે. 4થી 5 જેટલા મોપેડ અને બાઇક પર આવેલા આ નબીરાઓએ રસ્તા પર બેફામ આડાઅવળા વાહનો હંકારીને અન્ય વાહનચાલકોનો જીવ જોખમમાં મૂક્યો હતો. એટલું જ નહીં એક યુવકે ચાલુ બાઇકે સીટ પર આડા પડીને સ્ટંટ કર્યો હતો અને તેનો બીજો સાથીદાર અન્ય ટુ વ્હીલર પરથી આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી રહ્યો હતો.

ચાલુ બાઇકે સીટ પર ઊંધા સૂઈને સ્ટંટબાજી

માત્ર સોશિયલ મીડિયા પર ફેમ અને વધુ વ્યુ મેળવવાની લ્હાયમાં આ શખસોએ રાહદારીઓની સુરક્ષા જોખમમાં મૂકી દીધી હતી. સ્ટંટબાજીના આ 4થી 5 જેટલા અલગ-અલગ વીડિયો દિવ્યેશ છાંસઠિયા નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરીને રોલો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસ પકડી ન શકે તે માટે આ શખસોએ ટુવ્હીલરની નંબર પ્લેટ સાથે પણ ચેડાં કર્યા હતા, જેથી સીસીટીવી કે વીડિયોમાં વાહનોના નંબર સ્પષ્ટ રીતે ઓળખી ના શકાય.

આ સ્ટંટના વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થતાં રિવરફ્રન્ટ પર રાત્રિના સમયે થતા પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. જોકે, ઘટના સામે આવતા ટ્રાફિક પોલીસ સફાળી જાગી છે. M ડિવિઝન ટ્રાફિક પોલીસે આ વાઇરલ વીડિયોના આધારે હાલ તપાસ હાથ ધરી છે અને આ શખ્સોની ઓળખ કરવાની અને સામે કાર્યવાહી કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.