Ahmedabad News: અમદાવાદના સરદાર નગરમાં પોલીસ દ્વારા દારૂના વેપલા પર કાર્યવાહી કરવામાં આવી છે. સરદાર નગર પોલીસે એક મકાનમાં રેડ પાડી હતી. જેમાં બિયરના મોટા જથ્થા સાથે પોલીસે એક શખસની ધરપકડ કરી છે, જ્યારે બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જેને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સરદાર નગરના રવીદર્શન મહાત્મા ગાંધી કોલોનીમાં આવેલા એક ઘરમાં બિયરનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે 74,700 રૂપિયાની કિંમતના બિયરના કુલ 333 ટીન અને મોબાઈલ ફોન મળી કુલ 79,700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે જ સ્થળ પરથી 22 વર્ષીય આરોપી પવન સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. જો કે, આ જથ્થો સપ્લાય કરનાર થાણેના રોહિત ગોરાવા અને છારાનગરના મુકેશ છારા નામના શખસો ફરાર છે.


