Gujarat

અમદાવાદ પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, 13 PIની આંતરિક બદલી, બહારથી આવેલા 54 PIને પોસ્ટિંગ અપાઈ

By GS TEAM
8 Apr 20262 mins read
TukuTouch Logo
શહેરના પોલીસ બેડામાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે પીઆઇની બદલીનો ગંજીફો આખરે ચીપાયો છે. અમદાવાદમાં કુલ 67 PIની બદલી અને નવી નિમણૂંક કરાઈ છે. જેમાં શહેરમાં જ ફરજ બજાવતા 13 અધિકારીઓની આંતરિક બદલી થઈ છે, જ્યારે બહારથી આવેલા 54 PIને નવા પોસ્ટિંગ આપવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, 13 PIની આંતરિક બદલી, બહારથી આવેલા 54 PIને પોસ્ટિંગ અપાઈ


Ahmedabad News: અમદાવાદ શહેરના પોલીસ બેડામાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે પીઆઇની બદલીનો ગંજીફો આખરે ચીપાયો છે. અમદાવાદમાં કુલ 67 PIની બદલી અને પોસ્ટિંગ કરાઈ છે. જેમાં શહેરમાં જ ફરજ બજાવતા 13 અધિકારીઓની આંતરિક બદલી થઈ છે, જ્યારે બહારથી આવેલા 54 PIને નવા પોસ્ટિંગ આપવામાં આવ્યા છે.

વહીવટદારોની કફોડી સ્થિતિ

આ વખતની બદલી પ્રક્રિયામાં સૌથી મહત્ત્વની બાબત એ રહી છે કે, કમિશનર ઑફિસે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. અગાઉ જ્યારે પણ બદલીઓ થતી ત્યારે વચેટિયાઓ અને વગદાર રાજકીય નેતાઓની ભલામણોનો રાફડો ફાટતો હતો. જોકે, આ વખતે કમિશનર કચેરી દ્વારા કોઈ પણ ભલામણ કરનારને સ્પષ્ટ શબ્દોમાં સોરી કહી દેવામાં આવ્યું છે. કોઈ પણ વહીવટદારની ગોઠવણ આ વખતે ચાલી નથી.

ટ્રેક રૅકોર્ડ અને CR જોઈને અપાયા પોસ્ટિંગ

પોલીસ ઇન્સ્પેક્ટરોને પોસ્ટિંગ આપવા માટે આ વખતે ખાસ માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં અધિકારીએ અગાઉ કેવી કામગીરી કરી છે તે જોવામાં આવ્યું. ઉપરાંત અત્યાર સુધી મળેલા રિવોર્ડ્સ અને સર્વિસ દરમિયાનની વર્તણૂંક ધ્યાને લેવાઈ હતી. અધિકારીનો કોન્ફિડેન્શિયલ રિપોર્ટ ચેક કર્યા બાદ જ નિષ્પક્ષ રીતે પોસ્ટિંગ અપાયા છે.

વિવાદિત અધિકારીઓને સાઇડ પોસ્ટિંગ

જે અધિકારીઓ અગાઉ કોઈ વિવાદમાં આવ્યા હોય અથવા જેમની કામગીરી નબળી રહી હોય, તેમને મહત્ત્વના પોલીસ સ્ટેશનોને બદલે કંટ્રોલ રૂમ કે ટ્રાફિક વિભાગ જેવા સાઇડ પોસ્ટિંગમાં મૂકવામાં આવ્યા છે. નારોલ, નરોડા, વટવા, બોડકદેવ અને નવરંગપુરા જેવા મહત્ત્વના પોલીસ મથકો જે અત્યાર સુધી ઇન્ચાર્જ પીઆઇથી ચાલતા હતા, ત્યાં હવે કાયમી પોસ્ટિંગ આપી દેવામાં આવ્યું છે.

વચેટિયાઓની ભૂમિકા ખતમ

સામાન્ય રીતે એવું જોવા મળતું કે, વચેટિયાઓ પોતાની પસંદગીના PIને ચોક્કસ સ્ટેશનમાં મૂકાવતા અને પછી PIએ તેમની મરજી મુજબ કામ કરવું પડતું. આ પ્રથાને કારણે પોલીસનું મનોબળ તૂટતું હતું. પરંતુ હવે યોગ્યતા મુજબ પોસ્ટિંગ મળતા પ્રમાણિક અધિકારીઓમાં ખુશીનો માહોલ છે.

આંતરિક બદલી કરાયેલા 13 PIની યાદી

બહારથી આવેલા 54 PIની યાદી