Get The App

રેહાન ભુરાણીએ સૌથી વધારે ભાવનગરમાં ખેડૂતોને ટારગેટ કર્યા હતા

ચાઇનીઝ ગેંગના છેતરપિંડીના નાણાંની હેરફેર કરવામાં આવતી હતી

એપીએમસીમાં આવતા ખેડૂતોને એકાઉન્ટ દીઠ ૨૦ હજાર રૂપિયા આપતા હતાઃ ગુજરાત- મુંબઇ સુધી ફેલાયેલુ મ્યૂલ એકાઉન્ટનું નેટવર્ક

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News
Google News
રેહાન ભુરાણીએ સૌથી વધારે ભાવનગરમાં ખેડૂતોને ટારગેટ કર્યા હતા 1 - image

અમદાવાદ, સોમવાર

અમદાવાદ ક્રાઇમબ્રાંચે મ્યૂલ એકાઉન્ટ મામલે રેહાન ભુરાણી નામના આરોપીની પુછપરછ કરી ચાઇનીઝ ગેંગ માટે થતા નાણાંકીય હેરફેર અંગે તપાસ શરૂ કરી છે. જેમાં જાણવા મળ્યું છે કે રેહાન ભુરાણીએ ભાવનગર એપીએમસીમાં આવતા ખેડૂતોને પણ ટારગેટ કરીને બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા અને તેમાં જમા થતા લાખો રૂપિયા પર ચાઇનીઝ ગેંગ પાસેથી કમિશન મેળવતો હતો. આ ઉપરાંત, તેણે ગુજરાતના અન્ય  શહેરોમાં એજન્ટોને સક્રિય કરીને મોટાપ્રમાણમાં બેંક એકાઉન્ટ ખોલીને નાણાં રોકડમાં ઉપાડીને આંગડિયા પેઢીથી મુંબઇ મોકલ્યા હતા. આ સમગ્ર મામલે આરોપીના રિમાન્ડ મેળવીને પોલીસે તપાસ શરૂ કરી છે.

રેહાન ભુરાણીએ સૌથી વધારે ભાવનગરમાં ખેડૂતોને ટારગેટ કર્યા હતા 2 - imageઅમદાવાદ ક્રાઇમબ્રાંચે વી એસ હોસ્પિટલ પાસેથી રેહાન ભુરાણી (રહે. તળાજા, ભાવનગર)ને ઝડપીને મ્યૂલ એકાઉન્ટના મોટા નેટવર્ક અંગેની કડીઓ મેળવી છે.  પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે તેણે ભાવનગર એપીએમસીમાં આવતા ખેડૂતોને વિશ્વાસમાં લઇને તેમને બેંક એકાઉન્ટ દીઠ ૨૦ હજારનું કમિશન આપવાની ખાતરી આપીને  મોટાપ્રમાણમાં બેંક એકાઉન્ટ ખોલ્યા હતા.

તેમજ ખેડૂતના દસ્તાવેજના આધારે સીમ કાર્ડ મેળવતો હતો. જેને બેંકમાં રજીસ્ટ્રર કરાવતો હતો અને તેમાં આવતા એસએમએસથી જમા થતા નાણાં અંગે વિગતો મેળવીને રોકડમાં નાણાં ઉપાડીને મુબઇ  અને અમદાવાદમાં આંગડિયા પેઢી પેઢી દ્વારા અન્ય લોકોને મોકલી આપતો હતો.

રેહાન ભુરાણીએ સૌથી વધારે ભાવનગરમાં ખેડૂતોને ટારગેટ કર્યા હતા 3 - imageતેને ચાઇનીઝ ગેગ દ્વારા સાયબર ક્રાઇમ આચરીને મેળવવામાં આવતા નાણાંમાં એક લાખની સામે ૧૫૦ થી ૨૦૦ રૂપિયા કમિશન મળતું હતું. તેણે ખોલેલા મ્યૂલ એકાઉન્ટ દ્વારા કરોડો રૂપિયાની હેરફેર થયાની વિગતો પોલીસને પ્રાથમિક તપાસમાં મળી છે. જો કે ચોક્કસ આંકડો જાણવા માટે પોલીસે બેંક પાસેથી  વિગતો મંગાવી છે.આ ઉપરાંત, ગુજરાતમાં તેની સાથે સક્રિય અન્ય  લોકોેને ઝડપી લેવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.