Gujarat

અમદાવાદમાં સિંધુભવન-CG રોડ સાંજથી જ બંધ, 31stની ઉજવણી માટે યુવાનો આતુર

By GS Team
31 Dec 20243 mins read
This article was originally published on 31 Dec 2024
TukuTouch Logo
31મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસે સમગ્ર શહેરમાં બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહિત નવ હજાર જેટલો સ્ટાફ મંગળવારે સાજથી બંદોબસ્તમાં ગોઠવાશે. આ દરમિયાન અમદાવાદ પોલીસ દ્વારા 31મી ડિસેમ્બરની રાતથી પહેલી જાન્યુઆરી 2025ની રાત સુધી સિંધુભવન-CG રોડ પર વાહનોની અવર જવર બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં સિંધુભવન-CG રોડ સાંજથી જ બંધ, 31stની ઉજવણી માટે યુવાનો આતુર

New Year Celebration: 31મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસે સમગ્ર શહેરમાં બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહિત નવ હજાર જેટલો સ્ટાફ મંગળવારે સાજથી બંદોબસ્તમાં ગોઠવાશે. આ દરમિયાન અમદાવાદ પોલીસ દ્વારા 31મી ડિસેમ્બરની રાતથી પહેલી જાન્યુઆરી 2025ની રાત સુધી સિંધુભવન-CG રોડ પર વાહનોની અવર જવર બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સીજી રોડ અને સિંધુભવન રોડ પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ

સિંધુભવન રોડ પર ઝાઝરમાન ચાર રસ્તાથી તાજ સ્કાયલાઈન ચાર રસ્તા સુધી બંને તરફનો માર્ગ 31મી ડિસેમ્બરના સાંજના 8 વાગ્યાથી પહેલી જાન્યુઆરી 2025ના રાત્રીના 3 વાગ્યા સુધી આ રોડ પર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધી જાહેર કરવામાં આવી છે.

વૈકલ્પિક વ્યવસ્થા

ઝાઝરમાન ચાર રસ્તાથી અશ્મેઘ બંગલો ચાર રસ્તા થઈ કાલીબારી મંદીર રોડ થઈ ઉમિયા ટ્રેડર્સ ટી થઈ તાજ સ્કાયલાઈન તરફ વાહનો અવરજવર કરી શકશે. ઝાઝરમાન ચાર રસ્તાથી બાગબાન ચાર રસ્તા થઈ આંબલી ઓવરબ્રિજ મધ્યભાગ થઈ શિલજ સર્કલ તરફ વાહનો અવર જવર કરી શક્શે. આ ઉપરાંત ખાસ જાણકારી એ પણ છે કે, આ જાહેરનામાથી સમગ્ર શહેરમાં સવારે 8થી રાત્રે 11 વાગ્યા સુધી મધ્યમ અને ભારે માલવાહક વાહનો તથા પેસેન્જર વાહનો રાત્રે 8થી 10 વાગ્યા સુધીમાં અવર જવર કરી શક્શે નહીં. જે પૈકી પેસેન્જર વાહનો સિવાયના તમામ વાહનો એસજી હાઈવે પર 31મીની રાત્રે 8થી 1ની રાત્રીના 3 વાગ્યા સુધી અવર જવર કરી શક્શે નહીં.

આ પણ વાંચો: થર્ટી ફર્સ્ટમાં 'ટેક્નો પાર્ટી' યુવાઓની પહેલી પસંદ, અંધારાનો લાભ લઈ ડ્રગ્સનો વેપાર પણ વધ્યો


પકવાન ચાર રસ્તાથી સાણંદ ચોકડી સુધી સર્વિસ રોડ પર 31મીએ 7 વાગ્યાથી 1લીના રાતના 3 વાગ્યા સુધી પાર્કિંગ પર પણ પ્રતિબંધ છે. નહેરુનગર સર્કલથી શિવરંજની ચાર રસ્તા થઈ ઈસ્કોન ચાર રસ્તા સુધી રોડ પર ખાનગી લક્ઝરી બસના પાર્કિંગ પર પણ આ સમય દરમિયાન પ્રતિંબધ રહેશે.

સીજી રોડ બંધ કરાયો

પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામા પ્રમાણે સીજી રોડના સ્ટેડીયમ સર્કલથી પંચવટી સુધી 31મી ડિસેમ્બરે સાંજના 6 વાગ્યાથી પહેલી જાન્યુઆરી 2025ના રાત્રીના 3 વાગ્યા સુધી આ રોડ પર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધી જાહેર કરવામાં આવી છે.

વૈકલ્પિક વ્યવસ્થા

આ સમય દરમિયાન પોલીસે અન્ય વૈકલ્પિક વ્યવસ્થાઓ ઊભી કરી છે. જેમાં વાહનો સમથેશ્વર મહાદેવ બોડીલાઈન ચાર રસ્તા, ગુલબાઈ ટેકરાથી બોડીલાઈન ચાર રસ્તા થઈ સમથેશ્વર મહાદેવ તરફ આમને સામને બંને બાજુ રોડ ચાલુ રાખી સીજી રોડને ક્રોસ કરી શકાશે. જો કે, સીજી રોડ પર વાહન હંકારી શકાશે નહીં અને 8 વાગ્યાથી તમામ વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં આયુર્વેદિક તબીબોને એલોપેથીની છૂટ આપવા વિચારણા, IMAનો ભારે વિરોધ


મીઠાખડી સર્કલથી ગીરીશ કોલ્ડ્રીંક્સ ચાર રસ્તા થઈ સેન્ડ ઝેવિયર્સ રોડ તથા નવરંગપુરા બસ સ્ટેન્ડથી સ્વસ્તીક ચાર રસ્તા થઈ કોમર્સ છ રસ્તા આમને સામને બંને તરફ રોડ ચાલુ રાખીને સીજી રોડ ક્રોસ કરવાનો રહેશે. જોકે સીજી રોડ પર વાહન હંકારી શકાશે નહીં અને 8 વાગ્યાથી તમામ વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે. આ ઉપરાંત સીજી રોડ પર આવેલા કાયદેસરની બંને બાજુમાં જે પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવી છે ત્યાં પણ પાર્કિંગ વ્યવસ્થા સાંજે 8 વાગ્યા પછી બંધ રહેશે.

અમદાવાદમાં 35થી વધુ ડાન્સ પાર્ટી

અમદાવાદમાં આજે ક્લબ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, હોટેલો મળીને 35થી વધુ જગ્યાએ ડાન્સ પાર્ટીનું આયોજન કરાયું છે. જેમાં સાયલન્ટ ડિસ્કો, નિયોન નાઈટ સહિતની વિવિધ થીમ બેઝડ ડાન્સ પાર્ટીનો સમાવેશ થાય છે. અનેક ડાન્સ પાર્ટીમાં ડિનર સહિતના આયોજનો છે.