Gujarat

અમદાવાદ: નિકોલમાં બેફામ BMW કાર AMTS બસ સ્ટેન્ડમાં ઘુસી, રિક્ષાને પણ ફંગોળી, એકને ઈજા

By GS TEAM
20 Apr 20261 min read
TukuTouch Logo
અમદાવાદના નિકોલ વિસ્તારમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજ વાડીની બહાર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલી એક BMW કાર અને રિક્ષા વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: નિકોલમાં બેફામ BMW કાર AMTS બસ સ્ટેન્ડમાં ઘુસી, રિક્ષાને પણ ફંગોળી, એકને ઈજા

Ahmedabad Accident News: અમદાવાદના નિકોલ વિસ્તારમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજ વાડીની બહાર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલી એક BMW કાર અને રિક્ષા વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તાના કિનારે આવેલા AMTS બસ સ્ટેશનમાં ઘુસી ગઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે રિક્ષા અને AMTS બસ સ્ટેશનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં રિક્ષા ચાલકને ગંભીર ઇજા પહોંચી છે.


આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માતને કારણે રિક્ષા તેમજ બસ સ્ટેન્ડના લોખંડના માળખાને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત કર્યા બાદ BMW ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે.

ટ્રાફિક વેસ્ટ ડીસીપીએ જણાવ્યું છે કે, BMW અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે. જેમાં બંને વાહનને નુકસાન થયું છે. રિક્ષા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા થતા હોસ્પિટલ દાખલ કરાયો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ કરવી કરી રહી છે.