Gujarat

અમદાવાદમાં ઓનલાઈન ચાલતા ક્રિકેટ બેટિંગ રેકેટનો પર્દાફાશ, કરોડો રૂપિયાનો રમાડાતો હતો સટ્ટો, 2ની ધરપકડ, 46 વોન્ટેડ

By GS TEAM
6 Mar 20261 min read
TukuTouch Logo
અમદાવાદના નિકોલ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ એક મોટા ક્રિકેટ બેટિંગ રેકેટ પર દરોડા પાડયા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે સ્થળ પરથી મોબાઈલ ફોન, ટેબ્લેટ, લેપટોપ અને ટીવી સહિત કુલ 3.43 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં ઓનલાઈન ચાલતા ક્રિકેટ બેટિંગ રેકેટનો પર્દાફાશ, કરોડો રૂપિયાનો રમાડાતો હતો સટ્ટો, 2ની ધરપકડ, 46 વોન્ટેડ

Ahmedabad News: અમદાવાદના નિકોલ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ એક મોટા ક્રિકેટ બેટિંગ રેકેટ પર દરોડા પાડયા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે સ્થળ પરથી મોબાઈલ ફોન, ટેબ્લેટ, લેપટોપ અને ટીવી સહિત કુલ 3.43 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ઓનલાઇન સટ્ટો રમાડવામાં આવતો

તપાસમાં સામે આવ્યું છે કે આ નેટવર્ક અત્યંત વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતું હતું, જેમાં વિદેશી નંબરો અને અલગ-અલગ બેટિંગ આઈડીનો ઉપયોગ કરીને ઓનલાઇન સટ્ટો રમાડવામાં આવતો હતો. આ દરોડામાં માત્ર સ્થાનિક કનેક્શન જ નહીં, પરંતુ આંતરરાજ્ય લિંક પણ બહાર આવી છે. તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ SATSPORT9 અને VIPBET360 જેવી માસ્ટર આઈડી દ્વારા કરોડો રૂપિયાના સટ્ટાનું સંચાલન કરતા હતા.

આ પણ વાંચો: સંસ્કારી નગરી વડોદરામાં શરમજનક ઘટના! દાદાએ 7 વર્ષની માસૂમ પૌત્રીને કર્યા અડપલા, FIR દાખલ

કુલ 46 જેટલા શખસો વોન્ટેડ

પોલીસ તપાસમાં દિલ્હીના આકાશ અને અનિલ કોટક નામના ઈસમોના નામ મુખ્ય સૂત્રધારો તરીકે ખૂલ્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 46 જેટલા શખસોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વિદેશી નંબરો દ્વારા ઓપરેટ થતા આ રેકેટના મૂળિયાં કેટલા ઊંડા છે તે જાણવા માટે SMC એ વધુ તપાસ તેજ કરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.