Get The App

અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર 1 - image


Ahmedabad News: આજે રામ નવમીના અવસરે અમદાવાદમાં ભગવાન શ્રીરામની શોભાયાત્રા નીકળી, શહેરના દરીયાપુરથી શોભાયાત્રા શરૂ થઈ જેમાં અખાડા, ઢોલ નગારા નાસીક ઢોલ, અલગ અલગ ભગવાનની વેશભૂષા ધારણ કરીને બાળકો પણ જોડાયા છે. કોઈ અઘટિત ઘટના અને ટ્રાફિકની સ્થિતિ ન સર્જાય તે માટે ચાંપતો પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે.

અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર 2 - image

સાંસ્કૃતિક ઝાંખી અને ટેબ્લો આકર્ષણ

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા અમદાવાદ શહેરમાં દર વર્ષની જેમ રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે નિયત કરેલા આશરે 7 કી.મીનો રૂટ પુર્ણ કરીને દિલ્હી દરવાજા પાસે પૂર્ણ થશે. જેમાં મુખ્ય આકર્ષણ 7 અખાડા, 15 ટ્રેકટર, 12 ઉંટ લારી, વેશ ભૂષા, અને સાંસ્કૃતિક ઝાંખી અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર છે.

અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર 3 - image

શોભા યાત્રાનો રૂટ

આ શોભાયાત્રા સરયુ મંદિર પ્રેમ દરવાજા થી પ્રસ્થાન, ત્યાંથી ઈદગાહ સર્કલ - દરિયાપુર દરવાજા - વાડીગામ - દરિયાપુર તંબુ ચોકી - દરિયાપુર ટાવર - કડિયાનાકા -  દિલ્હી ચકલા - પિત્તળિયા બંબા - ઘી કાંટા પોલીસ ચોકી - નવતાડ ચોક - દૂધવાળી પોળ - રેંટિયાવાડી ચાર રસ્તા - બી.એસ.એન.એલ. ઓફિસ -  સ્વામિનારાયણ મંદિર નાગોરીવાડ - ભોઇવાડા - ઘાંચી ઓળ - હલીમની ખડકી - શાહપુર દરવાજા - આંબેડકર ચોક શાહપુર - લાલાકાકા હોલ - ધોબીઘાટ ચાર રસ્તા - વાટિકા ફ્લેટ - માધુપુરા પોલીસ સ્ટેશન - મહેંદીકુવા ચાર રસ્તા - બીજી ટાવર - અડવાણી માર્કેટની બહાર શ્રી રામજી મંદિરે યાત્રાની પૂર્ણાહુતિ થશે.

અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર 4 - image

જુઓ શોભાયાત્રાની તસવીરો 

અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર 5 - image

અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર 6 - image

અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર 7 - image

અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર 8 - image

અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર 9 - image