Get The App

નોટબંધીના વર્ષો બાદ અમદાવાદમાં જૂની ચલણી નોટોનો ઢગલો! નરોડા પોલીસે જપ્ત કરી કાર

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
નોટબંધીના વર્ષો બાદ અમદાવાદમાં જૂની ચલણી નોટોનો ઢગલો! નરોડા પોલીસે જપ્ત કરી કાર 1 - image

Ahmedabad Police : નરોડામાં રદ થયેલી નોટોનો મોટો જથ્થો ઝડપાયો; પોલીસે કારમાંથી 89 લાખ રૂપિયાની જૂની નોટો જપ્ત કરીઅમદાવાદ, ગુજરાતઅમદાવાદના નરોડા વિસ્તારમાં પોલીસને એક મોટી સફળતા મળી છે. ગેલેક્સી ચાર રસ્તા પાસે હાથ ધરવામાં આવેલી એક ગુપ્ત ઓપરેશનમાં પોલીસે ₹89 લાખની જૂની (રદ થયેલી) ચલણી નોટોનો જથ્થો ઝડપી પાડ્યો છે. 1000 રૂપિયાના દરની કુલ 4350 નોટો જેની કિંમત 43 લાખ 50 હજાર થાય છે. જ્યારે 500 ની દરની 9100 નોટો જેની કિંમત 45 લાખ 50 હજાર થાય છે. આ પ્રકારે કુલ 13450 નોટો જેની કુલ કિંમત 89 લાખ રૂપિયા થાય છે. વર્ષો પહેલા થયેલી નોટબંધી બાદ પણ આટલી મોટી રકમમાં જૂની નોટો મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે.

આટલા મોટા પ્રમાણમાં જૂની નોટો મળી આવતા હડકંપ

ગુપ્ત બાતમી અને પોલીસની કાર્યવાહી નરોડા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક શંકાસ્પદ કારમાં પ્રતિબંધિત ચલણી નોટોની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે ગેલેક્સી ચાર રસ્તા પાસે વૉચ ગોઠવી હતી. બાતમી મુજબની કાર ત્યાંથી પસાર થતા જ પોલીસે તેને આંતરી હતી. કારની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે કારમાં 500 રૂપિયા અને  1000 રૂપિયાના દરની જૂની નોટોના બંડલો છુપાવેલા હતા. જપ્ત કરાયેલી નોટોની વિગત પોલીસ દ્વારા પંચોની હાજરીમાં કરવામાં આવેલી ગણતરી મુજબ, જપ્ત કરાયેલ કુલ રકમ 89,00,000 રૂપિયા થાય છે.  જો કે આ નોટો અસલી છે કે નકલી તે મામલે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે. 

આ પણ વાંચો : તેહરાનના ટ્રાફિક કેમેરા બન્યા ખામેનેઈના મોતનું કારણ! માસ્ટર પ્લાનમાં મોસાદે AIની પણ મદદ લીધી

પોલીસે તપાસ આદરી

પોલીસે રોકડ રકમ સાથે કારને પણ કાયદેસરની કાર્યવાહી હેઠળ જપ્ત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ નાણાં ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને કોને પહોંચાડવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. આટલા વર્ષો બાદ પણ આટલી મોટી રકમની જૂની નોટો સાચવી રાખવા પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું હોવાની શંકા છે. શું આ નોટો બદલાવવાનું કોઈ કૌભાંડ ચાલી રહ્યું હતું? તે અંગે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.