Gujarat

અમદાવાદ મ્યુનિ.સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં ૩૭ પ્રકારના ટેસ્ટ કરવા કોન્ટ્રાકટ અપાયો

By GS TEAM
27 Nov 20251 min read
અમદાવાદ મ્યુનિ.સંચાલિત  શારદાબેન હોસ્પિટલમાં ૩૭ પ્રકારના ટેસ્ટ કરવા કોન્ટ્રાકટ અપાયો

  અમદાવાદ,બુધવાર, 26 નવેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલ ખાતે કરવામાં આવતા સોડીયમ, પોટેશિયમ,યુરીક એસીડ સહિતના અલગ અલગ ૩૭ પ્રકારના ટેસ્ટ કરવા પાંચ વર્ષ માટે રુપિયા ૬૭.૯૪ લાખના ખર્ચથી કોન્ટ્રાકટ અપાયો છે. મહિને અંદાજે એક લાખ દર્દીઓના હોસ્પિટલમાં અલગ અલગ ટેસ્ટ કરવામા આવતા હોય છે. વર્ષે બાર લાખ દર્દીઓના આરોગ્ય સંબંધી ટેસ્ટ સામાન્ય ચાર્જથી કરી આપવામા આવશે.

હોસ્પિટલ કમિટીની મળેલી બેઠકમાં કોપ્રાન લેબોરેટરીઝ લીમીટેડને ફુલ્લી ઓટોમેટેડ બાયો કેમેસ્ટ્રી એનાલાઈઝર મશીન  સાથે અલગ અલગ પ્રકારના ટેસ્ટ કરવા માટે મંજુરી અપાઈ છે. કમિટીના ચેરમેન ભરત કાકડીયાએ કહયુ,હોસ્પિટલમાં એક મહિનાના સમયમાં અંદાજે એક લાખથી વધુ ટેસ્ટ કરાય છે. જે પાછળ અંદાજિત રુપિયા ૫.૬૬ લાખનો ખર્ચ થાય છે.પાંચ વર્ષ દરમિયાન હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામા પણ વધારો થશે. આ તમામ શકયતાઓને ધ્યાનમા લઈ પાંચ વર્ષ માટે તમામ પ્રકારના ટેસ્ટ કરવા માટે કોન્ટ્રાકટ આપવામા આવ્યો છે. દરમિયાન કમિટી સમક્ષ શારદાબેન હોસ્પિટલમા આઉટ સોર્સિંગથી ૪૭ કર્મચારીઓની ભરતી કરવાની દરખાસ્ત પરત કરવામા આવી છે.