Gujarat

અમદાવાદ મ્યુનિ.તંત્રમાં, AMCની બદલી તો કરાઈ પણ ત્રણને અગાઉની જગ્યાએ જ મુકાયા

By GS TEAM
29 Oct 20251 min read
અમદાવાદ મ્યુનિ.તંત્રમાં, AMCની બદલી  તો કરાઈ પણ ત્રણને અગાઉની જગ્યાએ જ મુકાયા

  અમદાવાદ,બુધવાર,29 ઓકટોબર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા છ અધિકારીની બદલી કરવા મ્યુનિસિપલ કમિશનરે ઓર્ડર કર્યા છે. આ છ પૈકી ત્રણ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અગાઉ જયાં ફરજ બજાવતા હતા એ જ જગ્યાએ ફરજ ઉપર મુકાતા આ બાબત મ્યુનિ.વર્તુળોમા ચર્ચાનો વિષય બની છે. કમિશનરે આરોગ્ય વિભાગના અધિકારીઆની કામગીરીમાં  કેટલાક ફેરફાર કરી કામગીરી વહેંચી આપી છે.

આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હાર્દિક ઠાકોર,પૃથ્વિરાજસિંહ ઝાલા, પ્રિથા સુનિલ, રાહુલ શાહ ઉપરાંત નિકુંજ પ્રજાપતિ અને હેમંત બલાતની બદલી કરી  ઝોન અને સબઝોનમાં ફેરફાર કરાયા છે.પરંતુ ત્રણ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અગાઉ જે ઝોન કે સબઝોનમાં ફરજ બજાવતા હતા ત્યાં ફરીથી ફરજ સોંપાઈ છે. ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર  ડોકટર ભાવિન સોંલકી તમામ ઝોનની કામગીરીનુ સુપરવિઝન કરવા ઉપરાંત અન્ય બાબત જોશે. ડોકટર ભાવિન જોષી રજિસ્ટ્રાર બર્થ એન્ડ ડેથની તેમની અગાઉની કામગીરી જોશે.ડોકટર તેજસ શાહ સરકારની મંજૂરીની અપેક્ષાએ ફુડ વિભાગમાં ડેઝીગ્નેટેડ ઓફિસર તરીકેની ફરજ બજાવશે. ડોકટર મેહુલ આચાર્યને પશ્ચિમ ઝોન ઉપરાંત શહેરના તમામ સ્મશાનની કામગીરી જોવાની રહેશે.