Gujarat

અમદાવાદ: સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ, 5થી વધુ કાર ખાખ

By GS TEAM
11 Mar 20261 min read
TukuTouch Logo
અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો રૂમના પાર્કિંગમાં આજે(11 માર્ચ) અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ બિલ્ડિંગના પાર્કિંગ વિસ્તારમાં લાગી હતી, જેના કારણે ત્યાં પાર્ક કરેલા વાહનો જોતજોતામાં આગની લપેટમાં આવી ગયા હતા. કાળા ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી જોવા મળતા સ્થાનિક લોકોમાં ફાળ પડી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ, 5થી વધુ કાર ખાખ

Ahmedabad Fire: અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો રૂમના પાર્કિંગમાં આજે(11 માર્ચ) અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ બિલ્ડિંગના પાર્કિંગ વિસ્તારમાં લાગી હતી, જેના કારણે ત્યાં પાર્ક કરેલા વાહનો જોતજોતામાં આગની લપેટમાં આવી ગયા હતા. કાળા ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી જોવા મળતા સ્થાનિક લોકોમાં ફાળ પડી હતી.

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટનામાં 5થી વધુ કાર બળીને ખાખ થઈ ગઈ છે, જેના કારણે મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

આ પણ વાંચો: સુરત: સચિનના ખાનગી ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડ દ્વારા 'મેજર કોલ' જાહેર