Gujarat

અમદાવાદના દસક્રોઈના ટીંબામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે

By GS TEAM
19 Feb 20261 min read
TukuTouch Logo
અમદાવાદના દસક્રોઈ જિલ્લાના ટીંબા ગામેથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી ગઈ હતી. જેને ઓલવવા માટે ફાયરબ્રિગેડના 15 વાહનો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના દસક્રોઈના ટીંબામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે

Ahmedabad Fire News: અમદાવાદના દસક્રોઈ જિલ્લાના ટીંબા ગામેથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી ગઈ હતી. જેને ઓલવવા માટે ફાયરબ્રિગેડના 15 વાહનો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી.

માહિતી અનુસાર યુનાઇટેડ પોલીફેબ ગુજરાત લિમિટેડ નામની કંપનીના સ્પિનિંગ ખાતામાં આ આગ લાગી હતી. આગની ઘટના મોડી રાતે લગભગ બે વાગ્યાની આસપાસ બની હતી જેના પગલે અફરાતફરી મચી ગઇ હતી.