Income Tax Department Raid in Ahmedabad: ગુજરાતમાં એકવાર ફરી આવકવેરા વિભાગનું મેગા સર્ચ ઓપરેશન શરૂ થયું છે, જેને કારણે ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આવકવેરા વિભાગની ટીમોએ વહેલી સવારથી જ રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. અમદાવાદમાં 'વિનોદ ઇન્ડસ્ટ્રીઝ' સહિતના 35 જેટલા સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના સેટેલાઇટ, નારોલ, પીરાણા, સૈજપુર અને પીપળજ જેવા વિસ્તારોમાં આવકવેરા વિભાગની ટીમો ત્રાટકી છે. આ મેગા સર્ચ ઓપરેશનમાં 150થી વધુ આવકવેરા વિભાગના અધિકારીઓ જોડાયા છે.
આવકવેરા વિભાગ દ્વારા વહેલી સવારથી જ શરૂ કરાયેલી આ કાર્યવાહીમાં મોટા પાયે બેનામી વ્યવહારો અને અઘોષિત આવક સંબંધિત દસ્તાવેજો અને પુરાવાઓ મળી આવે તેવી શક્યતા છે. IT વિભાગના સૂત્રો અનુસાર, આ સર્ચ ઓપરેશન આગામી દિવસોમાં પણ ચાલુ રહી શકે છે અને કરોડો રૂપિયાના કરચોરીના કૌભાંડનો પર્દાફાશ થઈ શકે છે.


