Gujarat

ગુજરાતમાં બને છે 600 કરોડના પતંગ: અમદાવાદ સૌથી મોટું હબ, અનેક પરિવાર આખું વર્ષ આ જ કામ કરે છે

By GS Team
31 Dec 20243 mins read
This article was originally published on 31 Dec 2024
TukuTouch Logo
ઉત્તરાયણમાં લોકો જે વિવિધ રંગબેરંગી પતંગ ઉડાડે છે તે બનાવવાની સમગ્ર પ્રક્રિયા રસપ્રદ છે. ગુજરાતમાં ખંભાત અને નડીયાદની જેમ અમદાવાદના અનેક વિસ્તારો પતંગ ઉદ્યોગના હબ જેવા છે. અમદાવાદમાં અનેક પરિવાર વર્ષના નવ મહિના પતંગ બનાવ્યા જ કરે છે. માત્ર ચોમાસાના ચાર મહિના જ કામગીરી બંધ રહે છે. વર્ષ દરમિયાન પતંગ બનાવતા અનેક પરિવારોને રોજી પુરી પાડતો આ ગૃહઉદ્યોગ અમદાવાદના અનેક વિસ્તારોમાં જોવા મળે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં બને છે 600 કરોડના પતંગ: અમદાવાદ સૌથી મોટું હબ, અનેક પરિવાર આખું વર્ષ આ જ કામ કરે છે

Kite Production In Ahmedabad : ઉત્તરાયણમાં લોકો જે વિવિધ રંગબેરંગી પતંગ ઉડાડે છે તે બનાવવાની સમગ્ર પ્રક્રિયા રસપ્રદ છે. ગુજરાતમાં ખંભાત અને નડીયાદની જેમ અમદાવાદના અનેક વિસ્તારો પતંગ ઉદ્યોગના હબ જેવા છે. અમદાવાદમાં અનેક પરિવાર વર્ષના નવ મહિના પતંગ બનાવ્યા જ કરે છે. માત્ર ચોમાસાના ચાર મહિના જ કામગીરી બંધ રહે છે. વર્ષ દરમિયાન પતંગ બનાવતા અનેક પરિવારોને રોજી પુરી પાડતો આ ગૃહઉદ્યોગ અમદાવાદના અનેક વિસ્તારોમાં જોવા મળે છે.

ગુજરાતમાં બને છે 600 કરોડના પતંગ

ઉત્તર ભારતમાંથી વર્ષે દોઢ લાખ કારીગરો પતંગ બનાવવા માટે અમદાવાદ અને સુરત આવે છે. એકલું ગુજરાત રૂ. 650 કરોડના પતંગ બનાવીને સમગ્ર ભારતનું 95% માર્કેટ ગુજરાત અને એમાંય ખાસ કરીને અમદાવાદ અને સુરતના હાથમાં છે. શિયાળામાં સ્વાભાવિક રીતે આકાશમાં પતંગો દેખાવાના શરુ થાય છે જે જાન્યુઆરીની 14મી અને 15મી તારીખે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સર્વોચ્ચ સ્તરે  દેખાતા જ સમગ્ર તહેવાર અનેક યાદો સાથ શમી જાય છે. 

અમદાવાદ સૌથી મોટું હબ

એક મહિના પહેલાથી પતંગના માર્કેટ સક્રિય થઈ જાય છે પરંતુ માર્કેટની આ પૂર્તિ માટે છ મહિના પહેલા અમદાવાદના જમાલપુર, કાળુપુર, દરિયાપુર, રાયખડ, ઘીકાંટા, નરોલ, વટવા, જમાલપુર, રામોલ, ઓઢવ, ઈસનપુર, ગોમતીપુર, બાપુનગર, અમરાઈવાડી જેવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં મુસ્લીમ કારીગરો પતંગ બનાવવા બીજા શહેરોમાંથી આવે છે. ખાસ કરીને જયપુર, રાયબરેલી, મેરઠ, ગાઝીયાબાદ, ઈન્દોર જેવા શહેરોમાંથી કારીગરો પતંગ બનાવવા માટે અમદાવાદ આવે છે.


હવે પતંગ માત્ર લોકલ માર્કેટમાં જ નહીં પરંતુ કોર્પોરેટ ગિફટિંગ વાપરવામાં આવે છે 

પતંગની બનાવટ માટે બટર પેપર, ટીસ્યૂ પેપર, લોકલ ઉપરાંત પોલીસ્ટર પ્લાસ્ટિક પેપરનો ઉપયોગ થાય છે. જેના માટે વાંસની સળીઓનો ઉપયોગ થાય છે. પતંગની ચારેય બાજુને બાંધવા માટે દોરીનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે પતંગ પર થ્રી ડી પ્રિન્ટિંગ પણ કરવામાં આવે છે. પતંગ માત્ર લોકલ માર્કેટમાં જ નહીં પરંતુ કોર્પોરેટ ગિફટિંગમાં પણ સ્થાન પામ્યા હોવાથી કંપનીઓ પોતાના કર્મચારીઓને પતંગ ફીરકીની ભેટ આપતી હોવાથી કસ્ટમાઈઝ પતંગ પણ બજારમાં મળવા લાગ્યા છે.

અમદાવાદમાંથી અન્ય દેશોમાં પણ એકસપોર્ટ થાય છે પતંગો 

અમદાવાદમાં માત્ર બે રૂપિયાથી લઈને રૂ.1000 અને રૂ.5000ના પતંગો પણ મળે છે. જેમાં તેની સાઈઝ, કાગળ અને વપરાયેલા મટીરિયલ્સ પર આધારિત છે. અમદાવાદમાંથી અન્ય દેશોમાં પણ પતંગો એકસપોર્ટ થાય છે. ખાસ કરીને અમેરિકા, કેનેડા, મધ્ય એશિયાઈ દેશોમાં અમદાવાદથી પતંગો જાય છે.


ભારતમાં સૌથી વધુ પતંગોનું ઉત્પાદન કરતું રાજ્ય ગુજરાત

અત્રે ઉલ્લેખનીય છે કે પતંગની શોધ ચીનમાં થઈ હતી. ત્યારબાદ મુઘલો દ્વારા દિલ્હી અને ઉત્તર ભારતના શહેરોમાં તે શિયાળામાં પ્રચલિત શોખ હતો. પરંતુ આજે ગુજરાત સમગ્ર ભારતમાં સૌથી વધુ પતંગોનું ઉત્પાદન કરતું રાજ્ય છે અને અમદાવાદ અને સુરતમાં તેના સૌથી વધુ કારીગરો કામ કરી રહ્યા છે. પરંતુ ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે સૌથી વધુ પતંગો બનાવનારા રાજ્ય તરીકે વિશ્વમાં ગુજરાત આગળ છે. 

આ પણ વાંચો: અમદાવાદમાં સિંધુભવન-CG રોડ સાંજથી જ બંધ, 31stની ઉજવણી માટે યુવાનો આતુર

મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશથી કારીગરો આવે છે 

મોટી પતંગોની સાથે અમદાવાદ પાસે મિનિએચર પતંગોનું મોટું કલેક્શન છે. માત્ર પતંગ જ નહીં પરંતુ પતંગની સાથે દોરી રંગનારા કારીગરો પણ સ્થાનિક અને બહારથી સક્રિય થઈ જાય છે અને મોટી સંખ્યામાં સુરત અને અમદાવાદમાં દોરી ઘસવા માટે ખાસ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશથી મોટી સંખ્યામાં કારીગરો આવે છે.