Get The App

અમદાવાદ: સનાથલની સીમમાં ચાલતા હાઇપ્રોફાઇલ જુગારધામ પર પોલીસના દરોડા, ₹15 લાખના મુદ્દામાલ સાથે 5 ઝડપાયા

Updated: Jun 22nd, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: સનાથલની સીમમાં ચાલતા હાઇપ્રોફાઇલ જુગારધામ પર પોલીસના દરોડા, ₹15 લાખના મુદ્દામાલ સાથે 5 ઝડપાયા 1 - image


Ahmedabad News: અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે જુગારના કારોબાર સામે લાલ આંખ કરી છે. ચાંગોદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સનાથલ ગામની સીમમાં એક ખેતરમાં ચાલતા મોટા જુગારધામ પર LCBની ટીમે મોડી રાત્રે માહિતીના આધારે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે  જુગાર રમતા 5 શખસોને રંગેહાથ ઝડપી લીધા છે, જ્યારે અન્ય 8 શખસો નાસી જવામાં સફળ રહ્યા હતા.

બાતમીના આધારે પોલીસના દરોડા 

મળતી માહિતી અનુસાર, અમદાવાદ ગ્રામ્ય LCBની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેને બાતમી મળી હતી કે સનાથલ ગામની સીમમાં આવેલા એક ખેતરમાં મોટા પાયે જુગારધામ ચાલી રહ્યું છે. જેના આધારે પોલીસે ખેતરમાં દરોડા પાડ્યા હતા, જ્યાં પૈસાની હાર-જીતનો જુગાર રમી રહેલા કૌશીક પટેલ, દિગ્વીજયસિંહ ચૌહાણ, ચીંતન પટેલ, વિક્રમ ઠાકોર અને સિધ્ધરાજસિંહ ચૌહાણની ધરપકડ કરી હતી. આ ઉપરાંત મહાવિરસિંહ ઉર્ફે માવુ ચૌહાણ, ગોવિંદસિંહ પરમાર, જગદીશસિંહ ચૌહાણ, રોહીત પટેલ, નરેન્દ્ર ઉર્ફે ટીના ઠાકોર, અશ્વિન પરમાર, નીતેષ ઉર્ફે લાલા પ્રજાપતિ અને રસીક ઉર્ફે કાળુ ઠાકોર. ઘટનાસ્થળેથી નાસી જવામાં સફળ રહ્યા હતા. જેને વૉન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ: વહેલી સવારે ઘરની બહારથી પશુની ચોરી કરતી ગેંગનો આરોપી ઝડપાયો, દોઢ વર્ષથી ફરાર હતો

₹15.75 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે દરોડા દરમિયાન જુગારના પટમાંથી અને આરોપીઓ પાસેથી મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ઘટનાસ્થળેથી રોકડા 1,75,000 રૂપિયા, 50,000 રૂપિયાની કિંમતના 6 નંગ મોબાઈલ ફોન અને 13,50,000 રૂપિયાની કિંમતના 8 વાહનો મળી કુલ 15,75,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાય હતો. આ મામલે ચાંગોદર પોલીસ મથકે ગુનો નોંધીને પકડાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે,